પરીક્ષા/ જિલ્લામાં તા.26મી ડિસેમ્બરે યોજાનારી જી.પી.એસ.સી.ની પરીક્ષા માટેની વ્યવસ્થા ગોઠવાઇ

દુકાનોના સંચાલકો દ્વારા પરીક્ષા સમય થતી ગેરરીતિ અટકાવવા માટે તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા માટેનો પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

Gujarat
Untitled 60 2 જિલ્લામાં તા.26મી ડિસેમ્બરે યોજાનારી જી.પી.એસ.સી.ની પરીક્ષા માટેની વ્યવસ્થા ગોઠવાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.26-12ના રોજ જી.પી.એસ.સી.-ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત વહીવટી સેવા વર્ગ-1,ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની સ્પર્ધાત્મક પ્રિલિમિનરી પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે પણ યોજાવાની છે.

જેથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા જરૂરી જણાતા સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. ડી. ઝાલાએ તેમને મળેલા અધિકારની રૂએ સુરેન્દ્રનગર જિલ્લાના સબંધિત પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે, તે માટે પરીક્ષા સ્થળોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવા અંગે જાહેરનામા દ્વારા મનાઈ ફરમાવી છે.

આ પણ  વાંચો:કોરોના બ્લાસ્ટ / રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસ 100ના આંકને પાર ….

વધુમાં જણાવ્યા પ્રમાણે આ દિવસ દરમ્યાન તા.26-12ના રોજ સુરેન્દ્રનગરમાં પરીક્ષા કેન્દ્રો ની આજુબાજુ આવેલી તમામ ઝેરોક્ષ મશીનની દુકાનોના સંચાલકો દ્વારા પરીક્ષા સમય થતી ગેરરીતિ અટકાવવા માટે તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા માટેનો પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ ઉપરાંત પરીક્ષા ખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા પર અને પરીક્ષાના દિવસે જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રોની આજુ-બાજુમાં કે તેથી વધુ વ્યક્તિઓએ ઊભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે અથવા ભંગ કરવામાં મદદગારી કરશે તો ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચો:સુરેન્દ્રનગર /  રણમાં મીઠું પકવતા અગરિયાને 20 દિવસે એક વખત ટેન્કર દ્વારા પીવાનું પાણી મળે છે