ગીર સોમનાથ/ ગિરનાર પર ગંદકી મુદ્દે હાઇકોર્ટે આખરી તક આપતા વહીવટી તંત્રમાં દોડધામ

ગિરનાર ક્ષેત્રને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સૌપ્રથમ પ્લાસ્ટિકની પાણીની બોટલ ઉપર સદ્દત્તર પ્રતિબંધ મુકવા માટે જિલ્લા વહીવટી તંત્ર, ફોરેસ્ટ સહિતના વિભાગો સાથે ભવનાથ

Top Stories Gujarat Others
ગિરનાર

@અમાર બખાઈ 

ગિરનાર ક્ષેત્રને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સૌપ્રથમ પ્લાસ્ટિકની પાણીની બોટલ ઉપર સદ્દત્તર પ્રતિબંધ મુકવા માટે જિલ્લા વહીવટી તંત્ર, ફોરેસ્ટ સહિતના વિભાગો સાથે ભવનાથ ક્ષેત્રના ૧૨૦ જેટલા વેપારી-દુકાનદારોની બેઠક મળી હતી, જેમાં સૌ વેપારીઓ પ્લાસ્ટિક નાબુદ કરવા સહમતી દર્શાવી પુરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

ભવનાથ ખાતે ગિરનાર સીડી અને ભવનાથ ક્ષેત્રમાં વેપાર-ધંધો કરતા આશરે ૧૨૦ જેટલા વેપારીઓ સાથે એસ ડી એમ ભૂમિબેન કેશવાલા દ્વારા બેઠક કરવામાં આવી હતી, ગિરનાર મુદ્દે હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ થયેલ છે, તે સંદર્ભમાં કલેકટર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે, અને ગિરનારને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સૌપ્રથમ પ્લાસ્ટિકની પાણીની બોટલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્રાયોગિક ધોરણે અહીના વેપારીઓને કલેકટર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ૨૦ લિટરના ૬૦૦ જેટલા પાણીના કેરબાનું રોજ નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. જે કેરબા થકી તેમાંથી યાત્રિકો પાણી મેળવી શકશે. અને પ્લાસ્ટિકની પાણીની બોટલનો કોઈ વેચાણ કે ખરીદી ના કરી શકે તેવું આયોજન કરવામાં આવશે…

પ્લાસ્ટિકની બોટલ અને ગિરનારમાંથી મુક્ત કરવા માટે પ્લાસ્ટિકની બોટલના બદલામાં માટીના ગ્લાસ અથવા ડિસ્પોઝલ ગ્લાસનો વપરાશ કરવામાં આવશે. તેમજ અહી આવતા યાત્રિકો માટે બે ચેકિંગ પોઈન્ટ ઉભા કરવામાં આવશે અને પ્લાસ્ટિકની પાણીની બોટલ ગિરનાર ઉપર લઈ અટકાવવામાં આવશે…આ સમગ્ર કામગીરીનું તેઓ પ્રાંત અધિકારી તરીકે નિરીક્ષણ કરશે અને જિલ્લા કલેકટર મોનીટરીંગ કરીને સરપ્રાઈઝ વિઝીટ પણ કરશે. આ અંગે ગિરનાર વેપારી એસોસિએશનના પ્રમુખ રમેશ બાવળિયાએ કહ્યું કે, ગીરનાર પ્લાસ્ટિક નાબુદી માટે વેપારીઓ સહયોગ આયીયે છીએ, પરંતુ અમારી એક જ માંગણી છે કે, વેપારીઓ બેરોજગાર ના બને તેની કાળજી જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: