Gujarat ATS/ ગુજરાત ATSના વડા દીપેન ભદ્રનની ટીમને મળશે સ્પેશિયલ ઓપરેશન મેડલ

Gujarat Ats Dig Deepan Bhadran Gets Home Minister Special Operation Medal

Gujarat Others
Gujarat Ats Dig Deepan Bhadran Gets Home Minister Special Operation Medal ગુજરાત ATSના વડા દીપેન ભદ્રનની ટીમને મળશે સ્પેશિયલ ઓપરેશન મેડલ

ગુજરાતમાં ડ્રગ્સની સૌથી મોટો જથ્થો પકડવા બદલ ATSના અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. ગુજરાત કેડરના IPS અધિકારી દીપેન ભદ્રન અને તેમની ટીમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સ્પેશિયલ ઓપરેશન મોડલ પ્રદાન કરશે.

દીપેન ભદ્રન અને ATSમાં એસપી IPS સુનીલ જોશીની ટીમે ગત વર્ષે 1500 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. જે અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો હતો. ગૃહ મંત્રાલય તરફથી ગુજરાત ATSની ટીમના DIGની ટીમને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવતા પોલીસ વિભાગ માટે મોટી ઉપલ્બધિ માનવામાં આવે છે. ગૃહ મંત્રાલયે 2023 માટે ચાર સ્પેશિયલ ઓપરેશનને ઓવર્ડ આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત ATSના આ સફળ ઓપરેશનમાં એક મહિલા પોલીસકર્મીની મહત્વની ભૂમિકા હતી. ડ્રગ્સના કારોબાર ગુજરાત સરકારે શરૂ કરેલા અભિયાને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. આ પહેલા DIG દીપેન ભદ્રન Extraordinary intelligence skills મેડલથી સન્માનિત થઇ ચુક્યાં છે. એટલું જ નહીં કોસ્ટગાર્ડે DIG દીપેન ભદ્રન અને એસપી સુનીલ જોશીને ICG કમેન્ડેશન (પ્રશંસા) એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા.

દીપેન ભદ્રન મૂળ કેરળના રહેવાસી છે. તેઓ ગુજરાત કેડરની 2007ની બેંચના IPS અધિકારી છે. ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી મેળવનાર ભદ્રન વર્તમાન સમયે ગુજરાત પોલીસની ATSમાં DIG છે. 42 વર્ષના દીપેન ભદ્રનની ગુજરાતમાં બાહોશ અધિકારી તરીકે ઓળખ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.