બોલ માડી અંબે જય જય અંબે/ દિવાળીમાં માતા અંબાના ધામે દર્શન કરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમયે જજો…નહિંતર…

દિવાળી અને બેસતા વર્ષમાં ભક્તોની ભીડ પણ વધારે હોય છે તેથી દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે

Top Stories Gujarat
9 19 દિવાળીમાં માતા અંબાના ધામે દર્શન કરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમયે જજો...નહિંતર...

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે લોકોએ ફરવાનું પ્લાનિંગ નક્કી કરી લીધુ હશે. જ્યારે ઘણા લોકો હજુ પણ દ્ધિધામાં હશે કે દિવાળીની રજાની મજા કેમ કરી માણવી. તો બીજી બાજુ નવા વર્ષને લઇને લોકો ધાર્મિક સ્થાને જવાનો પણ પ્લાન બનાવી રહ્યા હશે. તેવામાં મા અંબાના ધામે દર્શન કરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે જ છે.

અંબાજી મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે. નવા વર્ષે અને દિવાળીમાં અનેક લોકો અહીં દર્શન માટે આવે છે. જો કે આ દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે એક પડતર દિવસ પણ છે. આ ઉપરાંત દિવાળી અને બેસતા વર્ષમાં ભક્તોની ભીડ પણ વધારે હોય છે તેથી દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

આસો વદ અમાસ એટલે કે દિવાળી પછીના પડતર દિવસ એટલે કે 25 મી તારીખે પણ આસો વદ અમાસ છે તે દિવસે સુર્યગ્રહણ હોવાથી આરતી દર્શન સવારે 4થી 4.30 રહેશે. સુર્યગ્રહણનો વેધ લાગતો હોવાના કારણે સવારે 4.30 વાગ્યે રાત્રે 9 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. અને માતાજીની આરતી રાત્રે 9.30 વાગ્યે થશે.

જયારે 8-11-2022 ને કારતક સુદ પુનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી દર્શનનો સમય પણ બદલવામાં આવ્યા છે. આરતી સવારે 4.00 થી 4.30 વાગ્યા સુધી રહેશે. દર્શન સવારે 4.30 થી 6.30 વાગ્યા સુધીની રહેશે. ચંદ્રગ્રહણનો વેધ લાગતો હોવાથી સવારે 06.30 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી મંદિર બંધ રહેશે. માતાજી આરતી સમયે આશરે 9.30 કલાકે થશે.

25/10/22 દર્શન સમય

સવારે મંગળા આરતી – 4 થી 4:30
દર્શન બંધ – સવારે 4:30 થી રાત્રીના 9 સુઘી
રાત્રે આરતી – 9:30 કલાકે

26/10/22 દર્શન સમય

સવારે મંગળા આરતી – 6 થી 6:30
સવારે દર્શન – 6:30 થી 11:30
રાજભોગ બપોરે – 12 વાગે
બપોરે દર્શન – 12:30 થી 4:15
સાંજે આરતી – 6:30 થી 7
સાંજે દર્શન – 7 થી 9

27 થી 29 ઓક્ટોમ્બર સમય

સવારે મંગળા આરતી – 6:30 થી 7
સવારે દર્શન – 7 થી 11:30
રાજભોગ બપોરે – 12 વાગે
બપોરે દર્શન – 12:30 થી 4:15
સાંજે આરતી – 6:30 થી 7
સાંજે દર્શન – 7 થી 9

2/11/22 અન્નકુટ 
બપોરે 12 કલાકે આરતી

8/11/22 દેવ દિવાળી ચંદ્ર ગ્રહણ 

મંગળા આરતી – 4 થી 4:30
સવારે દર્શન- 4:30 થી 6:30
દર્શન બંદ – સવારે 6:30 થી રાત્રીના 9 સુધી
રાત્રે આરતી – 9:30 કલાકે