રાજકોટ/ આધેડે બાળકી સાથે કર્યું દુષ્કૃત્ય, ચોકલેટની લાલચ આપી બાળકીને પીંખી નાખી

એકતરફ જયારે સ્ત્રીઓને સન્માન આપવાની અને સુરક્ષિત રાખવાની વાતો થઇ રહી છે ત્યાં બીજી તરફ  બાળકીઓ પર થતા અત્યાચારનો એક વધુ ઘટના સામે આવી છે, જે ઘણી શર્મસાર ઘટના છે.

Gujarat Rajkot

એકતરફ જયારે સ્ત્રીઓને સન્માન આપવાની અને સુરક્ષિત રાખવાની વાતો થઇ રહી છે ત્યાં બીજી તરફ  બાળકીઓ પર થતા અત્યાચારનો એક વધુ ઘટના સામે આવી છે, જે ઘણી શર્મસાર ઘટના છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં એક આધેડ વયની વ્યક્તિએ 4 વર્ષની બાળા પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે. નાની બાળકીને લાલચ આપી ભોળવી દીધી હતી.

મળતી માહિતી અનુસાર પહેલા આરોપીએ બાળકીને ચોક્લેટ આપવાની ;લાલચ આપી હતી. નાની બાળકીને ચોકલેટની લાલચ મળતા તે આધેડ વ્યક્તિ પાસે પહોચી અને ત્યારબાદ આરોપી બાળકીને ધોબીની દુકાનમાં લઇ જઈ ને આ આધેડે 4 વર્ષની સગીરાને પીંખી નાખી.

આ વાતની જાણ થતા જ ચકચાર મચી ગઈ હતી. એક નાની બાળકી સાથે કરેલા આ અડપલા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ખુબ જ શરમજનક વાત છે. આ વાતની જાણ બાળકીના માતા પિતાને થતા તેમને પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોધાવી હતી. યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: