Anand News: આણંદ (Anand)ના આંકલાવમાં શ્રી હોસ્પિટલમાં દર્દીના મોત (Death)ને લઈ હોબાળો મચ્યો હતો. ડૉ. સંદીપ ગાજિપરાની શ્રી હોસ્પિટલમાં મહિલાનાં મોત મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ ડોકટરની સર્જન તરીકેની માન્યતા રદ કરી મોટી કાર્યવાહી કરી છે.
તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. કુટુંબ નિયોજન ઓપરેશન માટે મહિલાએ ઓપરેશન કરાવ્યા બાદ મહિલાની તબિયત બગડી હતી, બાદમાં દર્દીનું મોત થતાં પરિવારે મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવાની માગ કરી હતી, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. તેમજ સમગ્ર મામલે પરિવારજનોએ આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ ડોકટરની સર્જન તરીકેની માન્યતા રદ કરી છે. હોસ્પિટલની સરકાર માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્રની માન્યતા પણ રદ કરવામાં આવી છે.
લેપ્રોસ્કોપી કર્યા બાદ હેતલ પરમાર નામની મહિલાનું મોત થયું હતું. સમગ્ર મામલે ક્વોલિટી એસિયોરન્સ કમિટી મિટિંગમાં નિર્ણય લેવાયો છે. હવે શ્રી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન થઈ શકશે નહીં.
આણંદ જીલ્લાના કસુંબાડ ગામની મહિલા દર્દી હેતલ પરમાર કુટુંબ નિયોજન ઓપરેશન માટે શ્રી હોસ્પિટલમાં આવી હતી. ઓપરેશન બાદ મહિલાને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી. બાદમાં પુનઃ હોસ્પિટલ લાવતા તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાના મોતથી તેના પરિવારજનોનો તબીબ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારના સભ્યોએ કેબિનમાં ઘૂસી તબીબ અને મહિલા તબીબ સાથે મારામારી કરી હતી.
આ પણ વાંચો:આણંદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી ચકચાર
આ પણ વાંચો:આણંદમાં 64 કરોડના ખર્ચે જેલનું નિર્માણ, બાકરોલ જેલ હવે ‘જિલ્લા જેલ’ ઘોષિત
આ પણ વાંચો:આણંદના વહેરાખાડીમાં યુવકની કરપીણ હત્યા