Not Set/ પ્રેમ લગ્ન મામલે યુવક પર યુવતીના પરિવાર જનોએ કર્યો હુમલો,કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

અમદાવાદ અમદાવાદના વટવા વિસ્તારામાં પ્રેમ લગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર જનોએ હુમલો  કર્યો હતો.. યુવકે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.યુવતીના મામા અને યુવતીના ભાઈઓ તેના પર તલવાર અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેને કરાણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અગાઉ […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ

અમદાવાદના વટવા વિસ્તારામાં પ્રેમ લગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર જનોએ હુમલો  કર્યો હતો.. યુવકે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.યુવતીના મામા અને યુવતીના ભાઈઓ તેના પર તલવાર અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

જેને કરાણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અગાઉ આ મામલે ગુનો નોંધી યુવતીના મામા સાથે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.

આજે વધુ એક આરોપીને પકડવામાં વટવા પોલીસે સફળતા મળી છે. ગઈ કાલે પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.