Surat News : સુરતમાં ધુળેટીના પર્વ પર નબીરાઓએ જાહેરમાં દારૂની પાર્ટી કરીને દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા.પાંડેસરા પોલીસની નાક નીચે જ ખુલ્લેઆમ દારૂ પાર્ટીની મહેફિલ માણવામાં આવી હતી જેમા પાંડેસરા પોલીસનું નાક કપાઈ ગયું છે અને પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે.સરતના પાંડેસરાના ગણપત નગરમાં દારૂબંધીના લીરેલીરા ઉડયા છે જેમા 15 જેટલા લોકો કરી રહ્યા હતા ખુલ્લેઆમ દારુ પાર્ટી તો ધુળેટીના દિવસે આ પાર્ટી થઈ હોવાનું અનુમાન છે પહેલા ધુળેટી રમ્યા અને ત્યારબાદ પાર્ટી કરી હોવાની વાત સામે આવી છે.
શહેર પોલીસને આ નબીરાઓ ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે અને દારૂની મોજ માણી રહ્યા છે,15 જેટલા લોકો દારૂની પાર્ટી કરી રહ્યાં છે,કોઈકના હાથમાં બિયર તો કોઈકના હાથમાં દારૂની બોટલ છે. સુરતના પાંડેસરા સ્થિત ગણપત નગરમાં આ દારૂની પાર્ટી થઈ હોવાની વાત સામે આવી છે,જેમાં નબીરાઓ ખુલ્લે આમ પોલીસનો ડર રાખ્યા વિના દારૂની પાર્ટી કરી રહ્યાં છે.પાંડેસરા પોલીસે હજી પણ આ મામલે કોઈ ગુનો નોંધ્યો નથી,નબીરાઓ સુધરી જાવ હજી પણ તમારી સાથે સમય છે નહીતર જાહેરમાં પોલીસ સરઘસ કાઢીને ડંડા મારશે અને તમારો નશો ઉતારી દેશે,પહેલા દારૂ પીવાનો અને પછી અકસ્માત સર્જીને કોઈનો જીવ લેવો એ આ ગુજરાતની તાસિર નથી.નબીરાઓ જરા શરમ કરો શરમ.
સુરત શહેર PCB પોલીસે ટેમ્પા અને ગોડાઉનમાંથી કુલ 32.42 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ટેમ્પો સહીત કુલ 40.57 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે, તેમજ બે લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં પીસીબી પોલીસની ટીમે ડ્રીમ સિટી ખજોદ ચાર રસ્તા રોડ ઉપરથી દારૂ ભરેલા ટેમ્પા સાથે રાજુ રામ રામલાલ બિસ્નોઈ (29) અને શ્રવણકુમાર બબુલાલજી બિસ્નોઈ (21) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પામાંથી પૂંઠાની આડમાં સંતાડેલો 5.79 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો:ભરૂચમાં બેન્ડ વગાડવા મુદ્દે થઈ મારામારી, કન્યા લેવા જઈ રહ્યા હતા વરરાજા
આ પણ વાંચો:ભરૂચમાં બંગલામાં ચાલતુ કુટણખાનું પકડાયુ, પોલીસે કરી બેની ધરપકડ
આ પણ વાંચો:ભરૂચના શખ્સને ઠગે રાજ્યકક્ષાના વિદેશમંત્રીના કેર ટેકરની ઓળખ આપી લાખો રૂપિયા ખંખેર્યા