Not Set/ ચૂંટણીના રાજકારણમાં મોદીના 20 વર્ષ, શરૂ થશે સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ..જાણો

2014 માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ભાજપ તેમનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવે છે. આ દરમિયાન, એક સપ્તાહ માટે દેશભરમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ભાજપે હવે આ કાર્યક્રમ 20 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે.

Top Stories

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવામાં 20 વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે ભાજપ તેની ઉજવણી ઘણા ઉત્સાહ સાથે કરવાની તૈયારી કરીરહ્યુ છે. ભાજપે આ કાર્યક્રમને સેવા અને સમર્પણ અભિયાન નામ આપ્યું છે. તેની શરૂઆત પીએમ મોદીના જન્મદિવસથી થશે. ભાજપ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી સેવાસપ્તાહનું પાલન કરશે. પીએમ મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના 20 વર્ષ 7 ઓક્ટોબરે જ પૂર્ણ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2014 માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ભાજપ તેમનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવે છે. આ દરમિયાન, એક સપ્તાહ માટે દેશભરમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ભાજપે હવે આ કાર્યક્રમ 20 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળનું કારણ એ છે કે આ વર્ષે પીએમ મોદી ચૂંટણીના રાજકારણમાં 20 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ અભિયાનના ભાગરૂપે આરોગ્ય અને રક્તદાન શિબિરોનું આયોજન કરવા અને ગરીબોને રાશન વિતરણ કરવા પક્ષના કાર્યકર્તાઓને સૂચનાઓ જારી કરી છે. તેમણે ભાજપના તમામ રાજ્ય એકમોને કહ્યું છે કે, કોવિડ પ્રોટોકોલને અનુસરીને જાહેર હિતના તમામ કાર્યક્રમો યોજવા જોઈએ. તેમણે રસીકરણ અભિયાનને સરળ બનાવવા માટે પાર્ટી કાર્યકર્તાઓને કોવિડ રસીકરણ શિબિરોની મુલાકાત લેવા પણ કહ્યું છે.

અભિયાનના ભાગરૂપે, ભાજપના કાર્યકરો મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ મોટા પ્રમાણમાં સ્વચ્છતા અભિયાન ચલાવશે અને લોકોને ખાદી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે. આ પ્રસંગે પાર્ટીએ એમ પણ કહ્યું છે કે દેશભરના ભાજપના બૂથ કાર્યકરોને પાંચ કરોડ પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે એમ કહીને કે તેઓ પોતાને જાહેર સેવા માટે સમર્પિત કરી રહ્યા છે. ઉપરાંત મોદી દ્વારા મળેલી ભેટોની હરાજી જાહેર કરવા પણ કહ્યું છે. હરાજી pmmemontos.gov.in પર થશે. આ પ્રક્રિયા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ નમામી ગંગે પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. અને ભાજપનો કિસાન મોરચો પણ મોદીના જન્મદિવસને દેશના દરેક જિલ્લામાં ‘કિસાન જવાન સન્માન દિવસ’ તરીકે ઉજવશે. આ પહેલ હેઠળ પાર્ટી સૈનિકો અને ખેડૂતોના પરિવારોનું  પણ સન્માન કરશે.