Truck Driver Strike/ દેશના અનેક રાજ્યોમાં હિટ એન્ડ રન કાનૂન વિરુદ્ધ ટ્રક ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર

ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે દૂધ, શાકભાજી જેવી જીવનજરૂરી વસ્તુઓ મોંઘી બનશે. સામાન્ય માણસના બજેટ પર અસર થશે.

Top Stories India
Capture દેશના અનેક રાજ્યોમાં હિટ એન્ડ રન કાનૂન વિરુદ્ધ ટ્રક ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર

દેશના અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હિટ એન્ડ રન કાનૂન મામલે વિરોધ પ્રદર્શિત કરતા ટ્રક ડ્રાઈવરોએ રસ્તા પર વાહનો રોકી ચક્કાજામ કર્યા. ભારતીય ન્યાય સંહિતા 2023માં સુધારા બાદ હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં બસ અને ટ્રક ડ્રાઈવરોએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે.

નવા વર્ષમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળ (Truck Driver Strike)ના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, યુપી, ઉત્તરાખંડ, પંજાબ અને ગુજરાતમાં બસ અને ટ્રક ચાલકો હડતાળ પર રહ્યા હતા. ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, જબલપુર અને મધ્યપ્રદેશના અન્ય શહેરોમાં બસોના પૈડા પણ થંભી ગયા હતા. તો રાજસ્થાનમાં અડધો દિવસ ખાનગી વાહનો દોડ્યા ન હતા. બિલાસપુર, છત્તીસગઢમાં, ટ્રક ચાલકોએ તેમના વાહનો રસ્તા પર પાર્ક કર્યા અને ટાયર સળગાવી દીધા.

બિહારની રાજધાની પટના સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ ડ્રાઈવરોએ પ્રદર્શન કર્યું. જ્યારે ઉત્તરાખંડ, પંજાબ, બિલાસપુર અને યુપીમાં ટ્રક ચાલકોએ વાહનો રસ્તા પર પાર્ક કરી રોડ બ્લોક કરી દીધો હતો. જ્યારે ગુજરાતમાં બસ ચાલકોએ રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કરતા મુસાફરો રખડી પડ્યા. ભોપાલ અને રાયપુરમાં  હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં બસ અને ટેક્સી ડ્રાઈવરો રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું. તેમજ હિટ એન્ડ રન કાનૂના વિરોધમાં ચાલતી બસને રોકવાના પ્રયાસ કરતા મુસાફરોને લઈ જતી બસને રોકી અને તમામને નીચે ઉતારવામાં આવ્યા. ટ્રક ચાલકો અને બસ ડ્રાઈવરોની હડતાળના (Truck Driver Strike) કારણે નવા વર્ષના પ્રથમ દિવસે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC)ના પ્રમુખે જણાવ્યું કે સરકારનો હિટ એન્ડ રન કાયદા લાગુ કરવા પાછળનો સારો આશય છે પરંતુ આ કાનૂનમાં અનેક ખામીઓ રહેલી છે. આથી સરકારે આ કાનૂનને લઈને પુનઃવિચાર કરવાની જરૂર છે. AIMTC સંગઠનના એલાન બાદ ટ્રક અને બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા. AIMTCની 10 જાન્યુઆરીએ યોજાનાર બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે જો સરકાર તેમની માંગણીઓ સ્વીકારે નહી તો આગળ કેવા પગલાં લેવા. દેશની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો ટ્રાન્સપોર્ટ સેક્ટર અને ટ્રક ડ્રાઈવરોનો છે. જો કે હાલમાં ભારતમાં ટ્રક ડ્રાઈવરોની અછત જોવા મળી રહી છે. ત્યારે હિટ એન્ડ રનના નવા કાનૂનને પગલે વધુ ટ્રક ચાલકોને નોકરી છોડી શકે છે.

ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે દૂધ, શાકભાજી જેવી જીવનજરૂરી વસ્તુઓ મોંઘી બનશે. સામાન્ય માણસના બજેટ પર અસર થશે. દેશમાં 80 લાખથી વધુ ટ્રક ડ્રાઈવરો છે, જેઓ દરરોજ એક શહેરથી બીજા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. હડતાળના કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થઈ જશે, જેના કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.