Not Set/ PM મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં કરી શકે છે આ મુદ્દાઓ પર વાત

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો પર ‘મન કી બાત‘ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. પીએમ મોદીએ શનિવારે રાત્રે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. કાર્યક્રમમાં વડા પ્રધાન દેશ સમક્ષ પોતાની વાત રાખશે. આ કાર્યક્રમ રેડિયો તેમજ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીએ 11 જુલાઈએ માહિતી આપી હતી […]

India
1530dc01d387c18cf3bcbd0bd5bce630 1 PM મોદી આજે 'મન કી બાત' કાર્યક્રમમાં કરી શકે છે આ મુદ્દાઓ પર વાત
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો પર મન કી બાતકાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. પીએમ મોદીએ શનિવારે રાત્રે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. કાર્યક્રમમાં વડા પ્રધાન દેશ સમક્ષ પોતાની વાત રાખશે. આ કાર્યક્રમ રેડિયો તેમજ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીએ 11 જુલાઈએ માહિતી આપી હતી કે તેઓ 26 મી જુલાઈએ મન કી બાતમાં પોતાના વિચારો રાખશે. તેમણે આ કાર્યક્રમ માટે સૂચનો પણ માંગ્યા હતા.

આ માસિક રેડિયો પ્રોગ્રામનો 67 મો એપિસોડ હશે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 જૂને મન કી બાતકાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. 28 જૂનનાં મન કી બાતકાર્યક્રમમાં વડા પ્રધાને લોકડાઉન, અનલોક-1 અને ચીન વિશે વાત કરી હતી. કોરોનાનું સંકટ વધુ તીવ્ર રહ્યું છે. ચીન સાથે વિવાદ પણ છે. આ સિવાય દેશનો મોટો ભાગ ભયંકર પૂરની ચપેટમાં છે. માનવામાં આવે છે કે આ વખતે આ મુદ્દાઓ તેમના સંબોધનમાં હોઈ શકે છે.