Not Set/ કોરોનાથી બચવા માટે લોકો દરરોજ કરે હનુમાન ચાલીસાનો પાઠ : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠકનાં ભાજપનાં સાંસદ, પ્રજ્ઞાસિંહ ઠાકુરે શનિવારે લોકોને દેશમાં કોરોના વાયરસની બિમારીને દૂર કરવા માટે ‘હનુમાન ચાલીસા‘ વાંચવા હાકલ કરી છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરેન ટ્વીટ કરતા લખ્યુ, આવો આપણે સૌ મળીને કોરોના વાયરસ રોગચાળાને સમાપ્ત કરવા માટે લોકોનાં સારા સ્વાસ્થ્યની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ.” તેમણે લખ્યું, “આજે 25 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી […]

India
75c98427929c5f9ede2d65334e54d023 કોરોનાથી બચવા માટે લોકો દરરોજ કરે હનુમાન ચાલીસાનો પાઠ : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર
75c98427929c5f9ede2d65334e54d023 કોરોનાથી બચવા માટે લોકો દરરોજ કરે હનુમાન ચાલીસાનો પાઠ : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠકનાં ભાજપનાં સાંસદ, પ્રજ્ઞાસિંહ ઠાકુરે શનિવારે લોકોને દેશમાં કોરોના વાયરસની બિમારીને દૂર કરવા માટે હનુમાન ચાલીસાવાંચવા હાકલ કરી છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરેન ટ્વીટ કરતા લખ્યુ, આવો આપણે સૌ મળીને કોરોના વાયરસ રોગચાળાને સમાપ્ત કરવા માટે લોકોનાં સારા સ્વાસ્થ્યની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ.

તેમણે લખ્યું, “આજે 25 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી તમારા ઘરે દરરોજ સાંજે 7 વાગ્યે પાંચ વખત હનુમાન ચાલીસાનાં પાઠ કરો.” પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, “5 ઓગસ્ટે અનુષ્ઠાનને રામલાલાની આરતીની સાથે ઘરોમાં દીપ પ્રગટાવીને સમાપન કરે.” આપને જણાવી દઇએ કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં અધિકારીએ તાજેતરમાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનાં શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.