- ઉતરભારતમાં શીત લહેર જારી
- હિમાચલ પ્રદેશ, યુપીમાં વરસાદ પડતા જનજીવન અસ્ત વ્યસ્ત
- કાશ્મીર ખીણ, લડાખમાં તાપમાન શૂન્યથી નીચે
- દિલ્હીમાં ગાઢ ધુમ્મસ થતાં વિઝિબિલીટી ઘટીને 50 મીટર થઇ
ઉત્તર ભારતમાં ઠંડીની ભારે અસર વર્તાઇ રહી છે. કાશ્મીર ખીણ અને લદ્દાખ શૂન્યની નીચેના તાપમનમાં થીજી ગયા છે, તો હિમાચલ પ્રદેશ અને યુપીમાં વરસાદને કારણ જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. રાજધાની દિલ્હીમાં શનિવાર રાત્રિથી જ ગાઢ ધુમ્મસ છવાઇ ગયું હતું, અને વિઝિબિલીટી ઘટીને માત્ર 50 મીટર થઇ ગઇ હતી. જેના કારણે અનેક ટ્રેનો બે થી પાંચ કલાક વિલંબથી ચાલી હતી.
રાજધાની દિલ્હીમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં શિમલામાં હળવી બરફવર્ષા થઇ છે જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મનાલી, ફુફરી અને ડેલહાઉસી જેવા પર્યટક સ્થળોમાં તાપમાનન શૂન્યથી નીચે જતુ રહ્યું છે.
માઇનસ ૧૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ગુલમર્ગ કાશ્મીરનું સૌથી ઠંડુ શહેર હતું. લદ્દાખના લેહમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે દ્રાસ સેક્ટરમાં લઘુતમ તાપમાન માઇનસ ૨૪.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
પંજાબનું અમૃતસર ૩.૬ ડિગ્રી સેલ્સિયસ સાાૃથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હરિયાણાના હિસારમાં ૪.૧, અંબાલામાં ૬.૯, કર્નાલમાં ૮.૬, નરનાલમાં ૬.૫, રોહતકમાં ૬.૮, ભિવાનીમાં ૬.૨, સિરસામાં ૪.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
રાજસ્થાનના ગંગાનગરમાં ૩.૭, ચુરુમાં ૩.૯, પિલાનીમાં ૫.૪, સિકારમાં ૬, બિકાનેરમાં ૬.૨ અને જયપુરમાં ૯.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની
નવી મોબાઇલ એપ્લિકેશન.