તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે ગોવામાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વધુ શક્તિશાળી બનશે કારણ કે કોંગ્રેસ પક્ષ રાજકારણ પ્રત્યે ગંભીર નથી. આ ઉપરાંત તેમણે દેશની સૌથી જૂની પાર્ટી પર નિર્ણય ન લેવાનો આરોપ લગાવ્યો છે .
ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે દિલ્હીની ‘દાદાગીરી’ પૂરતી છે. ગોવાના પણજીની તેમની ત્રણ દિવસીય મુલાકાતના અંતિમ દિવસે મીડિયાના એક જૂથને સંબોધતા મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ નિર્ણયો લઈ શકતી ન હોવાથી દેશ પીડાઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે ગોવામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
મમતાએ કહ્યું કે, ક્રોંગ્રેસ રાજકારણને ગંભીરતાથી લેતા નથી જેના લીધે મોદી વધુ શક્તિશાળી બની રહ્યા છે .જો કોઈ નિર્ણય ન લઈ શકે, તો તેના માટે દેશે શા માટે સહન કરે ?
સીએમ મમતાએ કહ્યું, કોંગ્રેસને તક મળી તો તેઓ ભાજપ સામે લડવાને બદલે મારા રાજ્યમાં મારી સામે લડ્યા. વધુમાંકહ્યું કે ટીએમસી ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો માટે બેઠકો વહેંચવામાં માને છે.ઉલ્લેખનીય છે કે ટીએમસીએ જાહેરાત કરી છે કે તે આગામી ગોવાની ચૂંટણીમાં તમામ 40 સીટો પર ચૂંટણી લડશે.