અવસાન/ મુખ્તાર અન્સારીનું અવસાન, જેલમાં આવ્યો હતો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

માફિયાના મજબૂત નેતા બનેલા મુખ્તાર અન્સારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મુખ્તારને બાંદા જેલમાં હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ મુખ્તાર અંસારીને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Trending Top Stories India Breaking News
thumbnail 1 1 મુખ્તાર અન્સારીનું અવસાન, જેલમાં આવ્યો હતો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

માફિયાના મજબૂત નેતા બનેલા મુખ્તાર અન્સારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મુખ્તારને બાંદા જેલમાં હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ મુખ્તાર અન્સારીને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મુખ્તાર અન્સારીની તબિયત રાત્રે અચાનક બગડતા અને શૌચાલયમાં પડી જવાને કારણે જેલના ડોક્ટર દ્વારા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ પછી, જિલ્લા વહીવટીતંત્રને જાણ કર્યા પછી, ડૉક્ટરોની ટીમને બોલાવવામાં આવી હતી. ડોક્ટરોએ મુખ્તારને મેડિકલ કોલેજમાં રિફર કર્યો હતો. આ પછી કેદી મુખ્તાર અન્સારીને પોલીસ સુરક્ષા હેઠળ મેડિકલ કોલેજ બાંદામાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મુખ્તાર અન્સારીનું મોત થયું હતું.

મુખ્તાર અન્સારી બેરેકમાં જ બેભાન થઈ ગયો હતો.
તમને જણાવી દઈએ કે, મુખ્તાર  અન્સારી છેલ્લા 18 મહિનામાં 8 કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો, તેની વિરુદ્ધ વિવિધ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં કુલ 65 કેસ નોંધાયા હતા. મુખ્તાર અન્સારી છેલ્લા 18 વર્ષથી જેલમાં હતો. યુપીની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા મુખ્તાર અન્સારીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને બાંદાની રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી મળી છે કે મુખ્તાર બેરેકમાં બેભાન થઈ ગયો હતો અને તેને સ્ટ્રેચર પર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. મુખ્તારની હાલત ઘણા સમયથી નાજુક હતી અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન મુખ્તાર અન્સારીનું મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો:સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત