Not Set/ ડોલરના મુકાબલામાં પહેલીવાર ૭૦ ના આંકડાને પાર પહોંચ્યો ભારતીય રૂપિયો  

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી તુર્કિશ લીરામાં આવી રહેલો ઘટાડાના કારણે સોમવારે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો હતો, જે મંગળવારે પણ યથાવત રહ્યો છે. એક ડોલરની સામે ભારતીય રૂપિયો ૭૦નો આંકડો પાર કરી ગયો છે. મંગળવારે ડોલરના મુકાબલામાં થોડી મજબૂતીની સાથે ૬૯.૮૫ના સ્તર પર શરૂઆત કર્યા બાદ રૂપિયામાં ઘટાડો યથાવત રહ્યો હતો અને ૧ ડોલરની કિંમત ૭૦.૦૭ […]

Top Stories Trending
Rupee VS Dollar ડોલરના મુકાબલામાં પહેલીવાર ૭૦ ના આંકડાને પાર પહોંચ્યો ભારતીય રૂપિયો  

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી તુર્કિશ લીરામાં આવી રહેલો ઘટાડાના કારણે સોમવારે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો હતો, જે મંગળવારે પણ યથાવત રહ્યો છે. એક ડોલરની સામે ભારતીય રૂપિયો ૭૦નો આંકડો પાર કરી ગયો છે.

મંગળવારે ડોલરના મુકાબલામાં થોડી મજબૂતીની સાથે ૬૯.૮૫ના સ્તર પર શરૂઆત કર્યા બાદ રૂપિયામાં ઘટાડો યથાવત રહ્યો હતો અને ૧ ડોલરની કિંમત ૭૦.૦૭ રૂપિયા સુધી પહોચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશેષજ્ઞો દ્વારા આ પહેલા જ સંભાવના જતાવવામાં આવી હતી કે, ૧ ડોલરની સામે રૂપિયો ૭૦ના લેવલ સુધી પહોંચી શકે છે.

આ પહેલા સોમવારે ડોલરના મુકાબલામાં રૂપિયામાં ૧૧૦ પૈસાનો ઘટાડો થવાની સાથે જ ભારતીય રૂપિયો ૬૯.૪૯ના રેકોર્ડ સ્તર પરબંધ થયો હતો. શેરબજારમાં શરૂઆતની સાથે જ રૂપિયામાં થયેલો આ ઘટાડો અત્યારસુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા શુક્રવારે ડોલરના મુકાબલામાં ભારતીય રૂપિયો ૬૮.૮૩ના સ્તર પર બંધ થયો હતો.

આ માટે તુર્કિશ લીરામાં આવી રહેલો ઘટાડો છે જવાબદાર

જો કે ડોલરના મુકાબલામાં રૂપિયામાં આવી રાહેલા ઘટાડા માટે તુર્કીની મુદ્રામાં આવી રહેલા ઘટાડાને ગણવામાં આવે છે. તુર્કિશ લીરામાં આવી રહેલો ઘટાડો એ ડોલરને મજબૂતી આપવાનું કામ કરે છે અને તેની સીધી અસર રૂપિયા પર પડી છે.

આ ઉપરાંત આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તુર્કીમાં પેદા થયેલા આર્થિક સંકટની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ પર પણ પડી શકે છે.

બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ રૂપિયામાં આવી રહેલા આ ઐતિહાસિક ઘટાડા માટે મોદી સરકારને નિશાન બનાવી છે. કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરતા જણાવવામાં આવ્યું, અંતે મોદી સરકારે એ કરી બતાવ્યું છે જે ૭૦ વર્ષોમાં ક્યારેય થયું નથી.

આમ આદમી પાર્ટી દ્વારા પણ ટ્વીટ કરતા જણાવવામાં આવ્યું, જનતા જીલી રહી છે માર, રૂપિયો પહોચ્યો ૭૦ને પાર, હવે તો જાગો મોદી સરકાર !.