Morbi/ મોરબી ઝુલતા પુલ મામલે PM મોદીએ તપાસમાં કોઇ દખલગીરી ન કરવા આપ્યા આદેશ

ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન PMએ મોરબી બ્રિજ દુર્ઘટનાની તપાસમાં કોઇ દખલગીરી ન કરવા તેમજ સંપૂર્ણ પારદર્શકતાથી તપાસ કરવા જણાવ્યું હતું. તપાસમાં વૈજ્ઞાનિક અને ફોરેન્સિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો પાણ આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કોઈ રાજકીય હસ્તક્ષેપ ન થવો જોઈએ…

Top Stories Gujarat
PM Modi Morbi Accident

PM Modi Morbi Accident: ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા ઘાયલ હોસ્પિટલમાં દાખલ છે. આ અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી રેલી રદ કરીને મોરબીની મુલાકાત લીધી હતી. પહેલા PM મોદીએ ઘટનાસ્થળનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને પછી ઘટનાસ્થળે પહોંચ્યા. આ દરમિયાન તેમણે મોરબીમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની સંપૂર્ણ માહિતી લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોરબી અકસ્માતમાં જીવ ગુમાવનારા પીડિતોના પરિવારના 26 સભ્યોને મળ્યા હતા. આ પછી તેમણે મોરબીમાં SP કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ પીએમ બચાવ કામગીરી હાથ ધરનાર અધિકારીઓને પણ મળ્યા હતા. વડાપ્રધાન અને તે અધિકારીઓની બેઠકની તસવીરો સામે આવી છે.

સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ વડાપ્રધાનને બચાવ કામગીરી અને પીડિતોને આપવામાં આવતી સહાય વિશે માહિતી આપી હતી. ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન PMએ મોરબી બ્રિજ દુર્ઘટનાની તપાસમાં કોઇ દખલગીરી ન કરવા તેમજ સંપૂર્ણ પારદર્શકતાથી તપાસ કરવા જણાવ્યું હતું. તપાસમાં વૈજ્ઞાનિક અને ફોરેન્સિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો પાણ આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કોઈ રાજકીય હસ્તક્ષેપ ન થવો જોઈએ. આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે PM નરેન્દ્ર મોદી કેબલ બ્રિજ તુટેલા ચોક્કસ સ્થળે પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ દરેક બાબતની વિગતવાર માહિતી લીધી. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં ઘાયલ 17 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 2 લોકો લાપતા છે.

આ પણ વાંચો: Morbi / PM મોદી ઘાયલોને મળવા મોરબી હોસ્પિટલ પહોંચ્યા, CM સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું