દુષ્કર્મ/ સુરતમાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ, માસૂમને ગુપ્ત ભાગે ગંભીર ઇજા

સુરતના વેસુ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીનું ટ્રક ડ્રાઇવર દ્વારા અપહરણ બાદ આચરવામાં આવ્યું દુષ્કર્મ. બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હોસ્પિટલમાં. દિવાળી પહેલા ખુલેલા પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો નોંધાયો પ્રથમ ઘટનામાં બાળકીનો થયો હતો

Gujarat Surat
દુષ્કર્મ

સુરતના વેસુ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ધટના બની છે ટ્રક ડ્રાઇવર દ્વારા અપહરણ કરીને દુષ્કર્મ કર્યું હતું ,બાળકીના અપહરણની જાણ પરિવારને થતા તેમણે પીછો કર્યો હતો ત્યારે પોલીસેથી પીસીઆર વાન ત્યાથી પસાર થતા પરિવારની મદદે આવી હતી,  પોલીસ કંટ્રોલ રૂમની સતર્કતાને લઈ ડમ્પરમાં અપહરણ કરાયેલી માસુમ બાળકી ટ્રકમાં કેનાલ રોડ પરથી અવાવરું જગ્યા પર મળી આવી હતી. નરાધમે આ બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરીને કારણે નરાધમન પકડાયો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીનું ટ્રક ડ્રાઇવર દ્વારા અપહરણ બાદ આચરવામાં આવ્યું દુષ્કર્મ. બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હોસ્પિટલમાં. દિવાળી પહેલા ખુલેલા પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો નોંધાયો પ્રથમ ઘટનામાં બાળકીનો થયો હતો બચાવ બીજા ગુનામાં બાળકીને નરાધામે પીખી નાખી. પોલીસ તાત્કાલિક તપાસ કરી આરોપીની ધરપકડ કરી.

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેમાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્માની ઘટનાઓ સતત સામે આવતી હોય છે. ત્યારે સુરતના દિવાળી પહેલા જ ખુલેલા વેસુ પોલીસ સ્ટેશનમાં રાત્રે અઢી વર્ષની બાળકીને ટ્રક ડ્રાઇવર ઘર નજીકથી ઉપાડી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.  જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકીને સારવાર વખતે હોસ્પિટલ ખસેડી છે.

સુરતના વેસુ પોલીસ સ્ટેશન નજીક અણુવ્રત દ્વાર પાસથી અઢી વર્ષની બાળકી એક ટ્રક ડ્રાઇવર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને આ બાળકીને અવરું જગ્યા પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મમાં આચરવામાં આવ્યું હતું. પ્રચારક બાળકીનું અપહરણ કરતો હોવાની જાણ બાળકીની નાની બહેનને થતા તેના બૂમમાં બૂમ કરી અને આ બાબતે પરિવારના સભ્યોને જાણ થઈ. ત્યારબાદ મજૂર દંપતીએ રોડ ઉપર દોડી માસુમ દીકરીને ઉપાડી જવાનો પ્રયાસ કરનારનો દોડીને પીછો કર્યો. તે સમયે PCRમાં પેટ્રોલિંગ કરતા મહિલા હેડ કોન્સ્ટેબલે મજૂર પરિવારને સાંભળી તાત્કાલિક કંટ્રોલમાં જાણ કરી.

મહિલા પોલીસ અને પોલીસ કંટ્રોલ રૂમની સતર્કતાને લઈ ડમ્પરમાં અપહરણ કરાયેલી માસુમ બાળકી ટ્રકમાં કેનાલ રોડ પરથી અવાવરું જગ્યા પર મળી આવી હતી. નરાધમે આ બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરીને કારણે નરાધમ પકડાયો હતો. આ ઘટનાની માહિતી પોલીસ કંટ્રોલમાં માહિતી મળતા જ આખો વિસ્તાર કોડન કરી લેવાયો હતો.

પોલીસની તપાસમાં બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસને મળી આવી હતી. તેથી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ ઘટના બન્યાના ગણતરીના સમયમાં જ પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝની પહેલ મોરબી દુર્ઘટનાના મૃતકોને આદરાંજલી કેન્ડલ માર્ચનું આયોજન

આ પણ વાંચો:PM મોદી ઘાયલોને મળવા મોરબી હોસ્પિટલ પહોંચ્યા, CM સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

આ પણ વાંચો: PM મોદીના આગમન પહેલા કપડાથી ઢાંકવામાં આવ્યા OREVA કંપનીના બોર્ડ