વૃક્ષોના વાવેતરની દરખાસ્ત/ ગાંધીધામમાં સ્વચ્છતા અભિયાન, રામલીલા મેદાનમાં CGST કચ્છ કમિશનરેટ દ્વારા આયોજન

રામલીલા મેદાનની ત્રણ એકરની બાઉન્ડ્રી વોલની અંદર મોટી સંખ્યામાં વૃક્ષોના વાવેતરની દરખાસ્ત પણ કરી છે.  વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેર બગીચા વિકસાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી.

Gujarat Others
સ્વચ્છતા અભિયાન
  • CGST કચ્છ કમિશનરેટ દ્વારા આયોજન
  • રામલીલા મેદાનમાં કાર્યક્રમનું આયોજન
  • વૃક્ષોના વાવેતરની દરખાસ્ત પણ કરી
  • CGST કચ્છ કમિશનરેટ દ્વારા આયોજન

ગાંધીધામના રામલીલા મેદાન ખાતે CGST કચ્છ કમિશનરેટ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું , સ્વચ્છતા અભિયાન 2.0 ના સમાપન અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું, રામલીલા મેદાનની ત્રણ એકરની બાઉન્ડ્રી વોલની અંદર મોટી સંખ્યામાં વૃક્ષોના વાવેતરની દરખાસ્ત પણ કરી છે.  વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેર બગીચા વિકસાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન 2.0 ના સમાપન અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે, CGST કચ્છ કમિશનરેટ, ગાંધીધામ દ્વારા રામલીલા મેદાન ખાતે વિશેષ આઉટડોર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં ગાંધીધામ નગર પાલિકાના પ્રમુખ મુખ્ય મહેમાન રહ્યા હતા.

કમિશનરેટે રામલીલા મેદાનની ત્રણ એકરની બાઉન્ડ્રી વોલની અંદર મોટી સંખ્યામાં લાંબા સમય સુધી ટકી રહે તેવા છાંયડા અને ફળ આપતા વૃક્ષોના વાવેતરની દરખાસ્ત પણ કરી છે અને વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેર બગીચા વિકસાવવાની પણ દરખાસ્ત કરી છે.  ભારત અભિયાન 2021-22, જે ગાંધીધામ નગર પાલિકા, દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને CGST કચ્છ કમિશનરેટના સામૂહિક પ્રયાસ સાથે ટૂંક સમયમાં શરૂ થશે, જે ગ્રાઉન્ડ ઝીરો પર સહકારી સંઘવાદનો ઉત્તમ કેસ છે.

અગાઉ CGST, કચ્છ કમિશનરેટ (ગાંધીધામ) દ્વારા પણ “સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત ગાંધીધામ નગર પાલિકામાં આવેલી 49 સરકારી પ્રાથમિક શાળાઓ અને 01 બ્લોક રિસોર્સિસ સેન્ટર (BRC) ઓફિસ માટે 75 નંગ ડસ્ટબિન અને 03 વોટર કુલરનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.  આ કમિશનરેટ ગ્રામ પંચાયત કચેરી કિડાણા અને કન્યા પ્રાથમીક શાળામાં કન્યાઓ માટે 01 યુરીનલ બ્લોક અને 03 શૌચાલય બાંધવા જઈ રહી છે.

આ કમિશનરેટ ગાંધીધામ નગરપાલિકાની દરેક 49 શાળાઓમાં સ્વચ્છ ભારત અભિયાન 2022-23 હેઠળ એક પ્રોજેક્ટ હાથ ધરવાનું પણ આયોજન કરી રહ્યું છે.

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝની પહેલ મોરબી દુર્ઘટનાના મૃતકોને આદરાંજલી કેન્ડલ માર્ચનું આયોજન

આ પણ વાંચો:PM મોદી ઘાયલોને મળવા મોરબી હોસ્પિટલ પહોંચ્યા, CM સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

આ પણ વાંચો:PM મોદીના આગમન પહેલા કપડાથી ઢાંકવામાં આવ્યા OREVA કંપનીના બોર્ડ