રાજકોટની કલેક્ટર કચેરીમાં આજે પ્રૌઢે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રૌઢ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ડબલું લઇને આવ્યા હતા.
આ જ્વલનશીલ પ્રવાહી પોતાના શરીરે છાંટે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધા હતા અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
રાજકોટના વાસંદા સમાજના 200 પરિવારમાંથી કેટલાક પરિવારે પ્લોટના પૈસા ભરી દીધા હોય છતાં સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. આથી અધિકારીઓ દ્વારા પ્લોટની માપણી પણ થઇ નથી.
પ્લોટની માગણીને લઇને આજે કલેક્ટર કચેરીમાં વાસંદા સમાજના બાબુભાઇ નામના પ્રૌઢે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કલેક્ટર કચેરીએ આવેલા પરિવારોના લોકો અને બાબુભાઇની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.