પાટણ/ ઘરેથી રમવા નીકળેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારજનોને માથે આભ ફાટ્યું

બાળકોના મોત થવાથી તેમના પરિવારજનો માથે આભ ફાટી પડ્યું છે. બાળકોના મોતના પગલે પરિવારજનો હોસ્પિટલ પર પહોંચતા આંક્રદભર્યો માહોલ છવાયો હતો.

Top Stories Gujarat Others
બાળકોના

પાટણના સુજનીપુર ગામથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીં વહોણામાં ગામના ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ત્રણેય બાળકો ખેતરમાં એરંડા વીણવા ગયા હતા. ત્યારે તેમને તરસ લાગતા વોળામાં પાણી પીવા માટે ગયા હતા. તે સમયે પગ લપસી જતા ત્રણેય બાળકો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પોલીસ અને તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, બાળકોના મોત થવાથી તેમના પરિવારજનો માથે આભ ફાટી પડ્યું છે. બાળકોના મોતના પગલે પરિવારજનો હોસ્પિટલ પર પહોંચતા આંક્રદભર્યો માહોલ છવાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ચૈતર વસાવાની ચેલેન્જને ભાજપના સાંસદે સ્વીકારી, કહ્યું, હું રાજપીપળા આવીશ

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે? જાણો શા માટે દેશ છોડવા મજબૂર બન્યા પાયલોટ્સ

આ પણ વાંચો:વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એકશનમાં, 14થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત, પોલીસ કાફલો ખડકાયો

આ પણ વાંચો:વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ