Gujarat/ વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એકશનમાં, 14થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત, પોલીસ કાફલો ખડકાયો

આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Top Stories Gujarat
Action
  • પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં
  • વડોદરા પોલીસ કમિશનર ખુદ ઉતર્યા મેદાનમાં
  • ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસ એક્શનમાં
  • શાંતિના દુશ્મન 2 પાપીઓ વડોદરા હાઈ-વેથી ઝડપાયા
  • ગાંધીનગરના ત્રિનેત્રથી DGP રાખી રહયા છે નજર
  • જ્યાંથી પથ્થરો ફેંકાયા ત્યાં ઘુસી પોલીસ ટીમ
  • ફતેહપુરા વિસ્તારમાં પોલીસનું સઘન કોમ્બિંગ

Action: આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો, લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. પથ્થરમારાના કારણે રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.પથ્થરમારા બાદ પોલીસ એકશનમાં આવી ગઇ છે. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ કોમી છમકલા બાદ પોલીસ એલર્ટ થઇ ગઇ અને પથ્થરમારામાં સામેલ  લોકોની ધરપકડ કરવામાં આવી હતી,હાલ 14થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત 3 એસઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવી છે. હવે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીજી ઓફીસથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહી છે. શહરેમાં હાલ ચાંપતો બંદોબસ્ત કરી દેવામાં આ્વ્યો છે. હાલ સમગ્ર સ્થિતિ કાબુમાં છે.ખેડા અને ભરૂચથી અતિરેક પોલીસ કાફલાને બોલાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રામનવમી તહેવારમાં કોમી છમકલા થતા વાતાવરણ ડહોલાયું હતું જેના લીધે ગૃહવિભાગે કડક કાર્યવાહીના આદેશ આપતા પોલીસ એખશમમાં આી ગઇ હતી,જે લોકો શાંતિ ડહોળાવવાનો પ્ર.ાસ કર્યો છે તે અસમાજિક ત્ત્વોને પાેલીસે હાઇવે પરથી ઝડપી પાડયા હતા. પોલીસ હાલ ફતેપુરામાં કોમ્બિંગ કરી રહી છે. હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું છે.

અશોભનીય બનાવ/ વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ