Mob Lynching/ સુપ્રીમ કોર્ટે મોબ લિંચિંગ મામલે કરાયેલી કાર્યવાહી અંગે રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો

કોર્ટે છ સપ્તાહમાં કાર્યવાહી અંગે જાણ કરવા કહ્યું

Top Stories India
Beginners guide to 2024 04 16T223758.413 સુપ્રીમ કોર્ટે મોબ લિંચિંગ મામલે કરાયેલી કાર્યવાહી અંગે રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો

New Delhi : સુપ્રીમ કોર્ટે મંગળવારે વિભિન્ન રાજ્ય સરકારોને કથિત ગૌરક્ષકો અને ભીડ દ્વારા માર મારીને હત્યા કરવાના બનાવો સંદર્ભે કરવામાં આવેલી કાર્યવાહી બાબતે છ સપ્તાહમાં જાણ કરવા કહ્યું છે.જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંદિપ મહેતાની ખંડપીઠે એક મહિલા સંગઠ્ઠનની અરજી પર સુનાવણી છ સપ્તાહ બાદ કરવાનો નિર્ણય લીધો હતો.

અરજીમાં અનુરોધ કરાયો હતો કે રાજ્યોને કથિત ગૌરક્ષકો દ્વારા મુસલમાનો વિરૂધ્ધ મોબ લિંચિંગની ઘટનાઓના ઉકેલ માટે શીર્ષ અદાલતના2018 ના એક ફેંસલા અનુરૂપ તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ અપવામાં આવે. ખંડપીઠો આદેશ આપ્યો હતો કે અમે જોયું છે કે મોટાભાગના રાજ્યોમાં મોબ લિંચિંગના ઉદાહરણો રજૂ કરતી રીટ પિટીશન પોતાના જવાબી હલફનામા રજૂ કરાયા નથી. રાજ્યો પાસેથી એવી અપેક્ષા હતી કે ઓછામાં ઓછુ એ વાતનો જવાબ આપે કે આવા મામલામાં શું કાર્યવાહી કરવામાં આવી છે. અમે આ રાજ્યોને છ અઠવાડિયાનો સમય આપીએ છીએ જેમણે પોતાનો જવાબ હજી સુધી રજૂ કર્યો નથી.

સુપ્રીમ કોર્ટ ભાકપા સાથે સંકળાયેલા સંગઠ્ઠનનેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમનની એ અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં ગયા વર્ષે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન,બિહાર, મધ્યપ્રદેશ અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકોને નોટીસ ઈશ્યુ કરવામાં આવી હતી. તથા અરજી પર તેમના જવાબ માગવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન અરજકર્તા સંગઠ્ઠન તરફથી હાજર થયેલા વકીલનિજામ પાશાએ કહ્યું કે મધ્યપ્રદેશમાં મોબ લિંચિંગની એક ઘટના બની હતી. પરંતુ પિડીતો વિરૂધ્ધ ગૌહત્યા ની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે જો રાજ્ય મોબ લિંચિંગની ઘટનાથી ઈન્કાર કરી દેશે તો તહસીલ પુનાવાલા મામલામાં 2018ના ફેંસલાનું અનુપાલન કેવી રીતે થશે.પુનાવાલા મામલામાં સુપ્રીમ કોર્ટે ગૌરક્ષકો અને ભીડ દ્વારા હત્યાની ઘટનાઓ રોકવા માટે રાજ્યોને અનેક નિર્દેશો ઈશ્યુ કરેલા છે.ખંડપીઠે મધ્યપ્રદેશ સરકાર તરફથી હાજર થયેલા વકીલને પણ સવાલ કર્યો કે માંસ ના રાસાયણિક વિશ્લેષણ વગર ગૌહત્યાની એફઆઈઆર કેવી રીતે દાખલ કરાઈ અને હાથાપાઈમાં સામેલ લોકો વિરૂધ્ધ કોઈ એફઆઈઆર કેમ દાખલ કરવામાં ન આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી