વિમાન દુર્ઘટના/ અફઘાનિસ્તાનની મિલિટ્રીનું વિમાન ઉઝબેકિસ્તાનમાં ક્રેસ, જાણો કેવી રીતે થયુ

અફઘાનિસ્તાન પર તાલિબાનનાં કબ્ઝા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉઝબેકિસ્તાનમાં અફઘાન સેનાનું વિમાન ક્રેશ થયું છે.

Top Stories World
ઉઝબેકિસ્તાનમાં

અફઘાનિસ્તાન પર તાલિબાનનાં કબ્ઝા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉઝબેકિસ્તાનમાં અફઘાન સેનાનું વિમાન ક્રેશ થયું છે. માહિતી અનુસાર, અફઘાનિસ્તાનથી લશ્કરી વિમાન જેટ 16 ઓગસ્ટ એટલે કે સોમવારે સરહદ પાર કરતી વખતે ઉઝબેકિસ્તાન પહોંચ્યું અને ક્રેશ થયું. ઉઝબેકિસ્તાનનાં સંરક્ષણ મંત્રી પાસેથી મળેલી માહિતી અનુસાર, જેટનો પાયલોટ સુરક્ષિત રીતે બચી ગયો હતો. આ અફઘાન સૈન્ય વિમાન અફઘાનિસ્તાન સાથે જોડાયેલ ઉઝબેકિસ્તાનનાં દક્ષિણ વિસ્તારમાં ક્રેશ થયું છે.

આ પણ વાંચો – વચગાળાની સરકાર / અફઘાનિસ્તાનમાં રાજકારણમાં મોટો ફેરફાર,ગનીના રાજીનામા બાદ સત્તા જલાલીને,જાણો તેમના વિશે

રશિયાની આરઆઈએ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, ઉઝબેકિસ્તાનનાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો છે. જોકે, તેને ઘણી જગ્યાએ ઈજા પહોંચી છે. સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તાએ રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી રિયા નોવોસ્ટીને કહ્યું કે, મંત્રાલય ઓનલાઇન ઉપલબ્ધ વીડિયો અને રિપોર્ટ્સ દ્વારા “ઉંડાણપૂર્વક તપાસ” કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તપાસનાં તારણો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ઉઝબેકિસ્તાનનાં સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તા બોખરોમ ઝુલ્ફિકારોવે કહ્યું કે, “લશ્કરી વિમાન ઉઝબેકિસ્તાનની સરહદને ગેરકાયદેસર રીતે પાર કર્યુ હતુ. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના રવિવારે દક્ષિણ પ્રાંતનાં સુરખોંદારિયોમાં બની હતી. જેની સરહદ અફઘાનિસ્તાન સાથે છે. ઝુલ્ફિકારોવે કહ્યું કે, મંત્રાલય આ દુર્ઘટના સંબંધિત નિવેદન તૈયાર કરશે. વળી, સુરખોંદારિયો પ્રાંતનાં ડોક્ટર બેકપુલાત ઓકબોયેવે જણાવ્યું હતું કે સાંજે બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેઓએ અફઘાન આર્મીનો યુનિફોર્મ પહેર્યો હતો. ડોક્ટરે કહ્યું કે, એક દર્દીએ પેરાશૂટની મદદથી પોતાની જાતને બચાવી, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો અહીંની સરકાર અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ખાસ નજર રાખી રહી છે.

આ પણ વાંચો – ચોટીલાનું ઐતિહાસિક ઝરીયા મહાદેવ મંદિર /  જળાભિષેકનું મૂળ શોધવા વર્ષો પહેલા સંશોધન કરવા અનેક વૈજ્ઞાનિકો આવેલા છતાં આનો સીલસીલો આજેય અકબંધ

નોંધનીય છે કે વિદેશી સૈનિકોને નીકાળવાની વચ્ચે તાલિબાનોએ દેશ પર કબ્ઝો કરી લીધો છે અને રવિવારે તેઓ રાજધાની કાબુલ પહોંચ્યા હતા અને તેમણે રાષ્ટ્રપતિ ભવનનો કબ્ઝો મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન સૈનિકો રવિવારે કાબુલમાં પ્રવેશ્યા હતા. આ સાથે બે દાયકા લાંબી ઝુંબેશનો આશ્ચર્યજનક અંત આવ્યો હતો, જેમાં અમેરિકા અને તેના સહયોગીઓએ દેશમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો. તાલિબાને એક સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં દેશનાં મોટા ભાગનો કબ્ઝો મેળવ્યો હતો, અને પશ્ચિમી દેશો દ્વારા તાલીમ પામેલા દેશનાં સુરક્ષા દળો તાલિબાનને રોકવા અથવા તેનો સામનો કરવામાં અસમર્થ સાબિત થયા હતા.