Not Set/ કર્ણાટકમાં હોર્સ ટ્રેડિંગ શરૂ, કોંગ્રેસના 12 ધારાસભ્યો ગાયબ, યેદુયુરપ્પાએ કહ્યુ : સરકાર અમારી જ બનશે

બેંગલુર, કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ દ્વારા એડીચોટીના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.એક તરફ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો લાગી રહ્યાં છે તો બીજી તરફ સરકાર બનાવવા માટેની કવાયતો પણ શરૂ થઇ ગઇ છે. બુધવારે કોંગ્રેસના વિધાનસભ્યોની મીટીંગ એક રિસોર્ટમાં મળી હતી,જો કે આ મીટીંગમાં કોંગ્રેસના 78માંથી 12 ધારાસભ્યો ગેરહાજર રહેતાં પાર્ટીના સીનીયર નેતાઓ […]

Top Stories
yeddurappa કર્ણાટકમાં હોર્સ ટ્રેડિંગ શરૂ, કોંગ્રેસના 12 ધારાસભ્યો ગાયબ, યેદુયુરપ્પાએ કહ્યુ : સરકાર અમારી જ બનશે

બેંગલુર,

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ દ્વારા એડીચોટીના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.એક તરફ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો લાગી રહ્યાં છે તો બીજી તરફ સરકાર બનાવવા માટેની કવાયતો પણ શરૂ થઇ ગઇ છે.

બુધવારે કોંગ્રેસના વિધાનસભ્યોની મીટીંગ એક રિસોર્ટમાં મળી હતી,જો કે આ મીટીંગમાં કોંગ્રેસના 78માંથી 12 ધારાસભ્યો ગેરહાજર રહેતાં પાર્ટીના સીનીયર નેતાઓ ટેન્શનમાં આવ્યાં હતા.

કોંગ્રેસ તેમના ધારાસભ્યોને બીજેપીથી અંતર જાળવી શકે તે માટે તેમને ઈગલટોન રિસોર્ટ શિફ્ટ કરવાનું પ્લાનિંગ કર્યું છે. અને તે માટે કોંગ્રેસે 120 રૂમ બુક કરાવ્યા હોવાની પણ માહિતી મળી છે. આ એ જ રિસોર્ટ છે જ્યાં રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાતના ધારાસભ્યોને ‘સંતાડવામાં’ આવ્યા હતા.

ભાજપના નેતાઓનું કહેવું છે, કે તેઓ કોંગ્રેસના અને જેડીએસના કેટલાંક ધારાસભ્યોના સંપર્કમાં છે. ભાજપના નેતા બી એસ યેદુરપ્પાએ સરકાર બનાવવા પર આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવતીકાલે તેઓ સરકાર બનાવવાનો દાવો કરશે અને સરકાર બનાવવા માટે બહુમતી સાબિત કરશે.

બુધવારે સવારથી જ સરકાર બનાવવા માટે ત્રણેય પક્ષોના સીનીયર નેતાઓની મીટીંગ શરૂ થઇ હતી. ભાજપ ધારસભ્ય દળની બેઠક આજે મળી રહી છે. ભાજપના નેતા બી એસ યેદુરપ્પાએ જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યોની મીટીંગ મળી રહી છે, જેમાં વિધાયક દળના નેતાને ચૂંટવામાં આવશે. એ પછી અમે સીધા રાજ્યપાલને મળવા જઇશું.

ભાજપના વિધાયક દળના નેતાની મીટીંગ મળી હતી અને ત્યારબાદ પક્ષના સીનીયર નેતા પ્રકાશ જાવડેકર અને યેદુરપ્પા રાજ્યપાલ વજુભાઇ વાળાને મળવા પહોંચ્યા હતા.

બીજી તરફ જનતા દળ(એસ)ના નેતા સરવાનાએ ભાજપ પર આરોપ મુકતા જણાવ્યું કે તેઓ (ભાજપ) અમારા માણસોને ફોન કરે છે, પરતું અમારા માણસો તેમને ઉત્તર આપતા નથી. અમે બધા એકમત છીએ. અમારા ધારાસભ્યો પક્ષને વફાદાર છે.