IPL/ રાજસ્થાને જીત્યો ટોસ પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

આઈપીએલની 14 મી સીઝનમાં આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે થોડી ક્ષણોમાં મેચ રમાશે. વર્તમાન સીઝનની આ ચોથી મેચ છે. રાજસ્થાનની લગામ સંજુ સેમસનનાં હાથમાં છે, જ્યારે પંજાબનું નેતૃત્વ કેએલ રાહુલનાં હાથમાં છે.

Top Stories Sports
Untitled 1 રાજસ્થાને જીત્યો ટોસ પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

આઈપીએલની 14 મી સીઝનમાં આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે થોડી ક્ષણોમાં મેચ રમાશે. વર્તમાન સીઝનની આ ચોથી મેચ છે. રાજસ્થાનની લગામ સંજુ સેમસનનાં હાથમાં છે, જ્યારે પંજાબનું નેતૃત્વ કેએલ રાહુલનાં હાથમાં છે. આપને જણાવી દઈએ કે, ગયા વખતની જેમ આ વખતે પણ બાયો સિક્યુર બબલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પણ, દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી નથી અને દર્શકો વિના મેચ રમવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, રાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે.

બંને ટીમો જીતથી શરૂઆત કરવાના હેતુથી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે, જ્યારે દર્શકોની નજર બંને ટીમોનાં મોટા હિટરો પર હશે. મેચ મુંબઇનાં વાનખેડેમાં રમાઇ રહી છે. આ બંને ટીમોની પહેલી મેચ છે અને તમામ બેટ્સમેન પોતાનો ફોર્મ મેળવવા માટે ખુલ્લા મને રમવાનો પ્રયાસ કરશે. રાજસ્થાન પાસે આક્રમક ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ છે, જ્યારે ઇંગ્લેન્ડનો જોસ બટલર અને કેપ્ટન સેમસન પણ સારી શરૂઆત કરવા માંગશે. યશસ્વી જયસ્વાલ જોસ બટલર સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે, જ્યારે સેમસન ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. સ્ટોક્સ મધ્યમ ક્રમમાં મોટા સ્ટ્રોક માટે આવી શકે છે.

IPL / આજે પંજાબ કિગ્સની રાજસ્થાન રોયલ્સ સાથે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઈલેવન

આ સાથે જ પંજાબની બેટિંગ લાઇનઅપ પણ વાનખેડે પીચ પર જોખમી સાબિત થઈ શકે છે. પંજાબમાં કેપ્ટન રાહુલ, મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ જેવા આક્રમક બેટ્સમેન છે. રાહુલ અને અગ્રવાલની સફળ જોડી આ સિઝનમાં પણ પોતાની  છાપ છોડવાનો પૂરો પ્રયત્ન કરી શકે છે. ટીમમાં ડેવિડ મલાન, એમ શાહરૂખ ખાન અને નિકોલસ પુરણ જેવા સારા હિટર્સ પણ છે, જે કોઇ પણ સમયે ટીમને મદદરૂપ થઇ શકે છે.

IPL / જોશ બટલરે ધોનીને લઇને આપ્યું મોટુ નિવેદન, ધોનીનાં કારણે જ પંત, કે.એલ.રાહુલ અને સેમશન…

બન્ને ટીમોનાં પ્લેઇંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સ 

મનન વ્હોરા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, શિવમ દુબે, રિયાન પરાગ, રાહુલ તેવતીયા, ક્રિસ મોરિસ, ​​શ્રેયસ ગોપાલ, ચેતન સાકરીયા, મુસ્તફિઝુર રહેમાન.

પંજાબ કિંગ્સ

કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પુરણ, દિપક હૂડા, શાહરૂખ ખાન, જય રિચાર્ડસન, એમ.અશ્વિન, મોહમ્મદ શમી, રિલે મેરેડિથ, અરશદિપ સિંહ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ