Shocking/ કોહલીની કેપ્ટન્સી છોડવા પર શોએબ અખ્તરે મોટું નિવેદન આપ્યું, કહ્યુ- તેને બળજબરી સુકાની પદ છોડાવ્યું

પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું છે કે, વિરાટ કોહલીને ભારતીય સુકાની પદ છોડવાની ફરજ પડી હતી. ગત વર્ષે કોહલીએ T20 ટીમનાં કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

Sports
અખ્તર અને કોહલી

પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું છે કે, વિરાટ કોહલીને ભારતીય સુકાની પદ છોડવાની ફરજ પડી હતી. ગત વર્ષે કોહલીએ T20 ટીમનાં કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યારપછી તેને ODI ટીમનાં સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો કારણ કે પસંદગીકારો સફેદ બોલનાં ફોર્મેટ માટે કેપ્ટન ઈચ્છતા હતા. આ પછી કોહલીએ પણ તાજેતરમાં ટેસ્ટ ટીમનાં કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો – LLC T20 / ઈમરાન તાહિરે માત્ર 19 બોલમાં ફટકાર્યા 52 રન, મુશ્કિલ સમયમાં ટીમને અપાવી જીત

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોખ અખ્તરે આ સમગ્ર કડી પર એક મોટુ નિવેદન આપ્યુ છે. અખ્તરે કહ્યું કે, ‘વિરાટે કેપ્ટનશિપ નથી છોડી, પરંતુ તેને આવું કરવાની ફરજ પડી હતી. તેના માટે આ સારો સમય નથી, પરંતુ તેણે તે સાબિત કરવાની જરૂર છે કે તે શું છે. શું તે સ્ટીલનો બનેલો છે કે લોખંડનો? તે એક મહાન વ્યક્તિ અને ક્રિકેટર છે. ઘણી બધી વસ્તુઓ અજમાવશો નહીં, ફક્ત જાઓ અને ક્રિકેટ રમો. તે એક મહાન બેટ્સમેન છે અને તેણે વિશ્વનાં ઘણા લોકો કરતા વધુ સિદ્ધિ મેળવી છે. તેને માત્ર તેનું ક્રિકેટ રમવાની જરૂર છે. અખ્તર આ દિવસોમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લઈ રહ્યો છે. શોએબ અખ્તરે કહ્યું, ‘તે તેના બોટમ હેન્ડથી ઘણું રમે છે અને મને લાગે છે કે જ્યારે ફોર્મ ખરાબ હોય છે, સામાન્ય રીતે બોટમ હેન્ડ સૌથી પહેલા મુશ્કેલીમાં આવે છે. મને લાગે છે કે તે આમાંથી બહાર આવશે. તેણે તેની સાથે આગળ વધવું જોઈએ અને કોઈની સાથે દુશ્મનાવટ રાખવી જોઈએ નહીં. બસ બધાને માફ કરો અને આગળ વધતા રહો.’ ભારતનાં આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, “હું જાણું છું કે BCCI તેના વિશે સારો નિર્ણય લેશે.”

આ પણ વાંચો – Beautiful Player / ક્રિકેટ અને ફૂટબોલ વર્લ્ડકપ રમનારી એકમાત્ર ખેલાડી એલિસ પેરીની સુંદરતા કોઇ મોડલ કે અભિનેત્રીથી ઓછી નથી, જુઓ Photos

ઉલ્લેખનીય છે કે, ICC દ્વારા શુક્રવારે ICC મેન્સ T20 વર્લ્ડ 2022 શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી હતી. 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. T20 વર્લ્ડકપ-2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચ પર અખ્તરે કહ્યું, ‘અમે મેલબોર્નમાં ભારતને ફરી હરાવીશું. T20 ક્રિકેટમાં પાકિસ્તાન ભારત કરતાં સારું છે. ભારતીય મીડિયા જ તેની ટીમ પર બિનજરૂરી દબાણ લાવે છે. ક્રિકેટમાં જ્યારે પણ બંને દેશોની ટક્કર થાય છે ત્યારે ભારતની હાર થવી સામાન્ય વાત છે.