Shocking/ સ્મિથની ધારદાર બોલિંગથી બટકાઇ ગયુ ક્રિસ ગેલનું બેટ, પછી ગેલ ગિન્નાયો

ટી-20 ક્રિકેટ સામાન્ય રીતે ચોક્કા અને છક્કાનાં વરસાદ માટે જાણીતું છે. CPL 2021 માં પણ, વિશ્વભરનાં દિગ્ગજ ખેલાડીઓ આવું જ કરી રહ્યા છે.

Sports
11 65 સ્મિથની ધારદાર બોલિંગથી બટકાઇ ગયુ ક્રિસ ગેલનું બેટ, પછી ગેલ ગિન્નાયો

ટી-20 ક્રિકેટ સામાન્ય રીતે ચોક્કા અને છક્કાનાં વરસાદ માટે જાણીતું છે. CPL 2021 માં પણ, વિશ્વભરનાં દિગ્ગજ ખેલાડીઓ આવું જ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન બોલરો કેટલાક એવા કારનામાઓ કરે છે જેની ચર્ચા વારંવાર થાય છે.

આ પણ વાંચો – ગાંધીનગર / આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ

આવી જ એક ઘટના મંગળવારે સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિયોટ્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે રમાયેલી સીપીએલ 2021 ની બીજી સેમિફાઇનલ મેચ દરમિયાન બની હતી. આ મેચમાં ગુયાનાએ સેન્ટ કિટ્સ સામે જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આવી સ્થિતિમાં, ક્રિસ ગેલ અને એવિન લુઇસની જોડી સેન્ટ કિટ્સ અને નેવિસ માટે ઇનિંગ્સ ખોલવા માટે ઉતરી હતી. બંનેએ સાધારણ શરૂઆત કરી અને ત્રણ ઓવરમાં 24 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, ઓડન સ્મિથ ચોથી ઓવરમાં ગુયાના માટે બોલિંગ કરવા આવ્યો હતો. જણાવી દઇએ કે, ક્રિસ ગેલનું બેટ તૂટી ગયું બાદમાં, ગેલને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે પછી તેણે ઝડપથી બેટિંગ શરૂ કરી હતી.

આ પણ વાંચો – IPL 2021 / RCB નાં ખેલાડીઓ પ્રથમ મેચમાં પરંપરાગત લાલ ડ્રેસ પહેરશે નહીં, જાણો કારણ

સ્મિથે ચોથી ઓવરનાં બીજા બોલને ઓફ-સ્ટમ્પની બહાર ઝડપથી ફેંક્યો હતો જેનો સામનો ક્રિસ ગેલે કવરની દિશામાં કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જલદી જ બોલ બેટ સાથે અથડાયુ અને ગેલનાં બેટનાં બે ભાગ થઇ ગયા હતા. ગેલનાં હાથમાં બેટનું હેન્ડલ રહી ગયુ હતુ. જ્યારે આ ઘટના બની ત્યારે ગેલ 10 બોલમાં 5 રન પર રમી રહ્યો હતો અને લુઇસ 10 બોલમાં 15 રન બનાવીને તેને સપોર્ટ કરી રહ્યો હતો. આ ઘટના બાદ ગેલે જોરદાર બેટિંગ કરી હતી અને પછીનાં 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. ગેલ એ સ્મિથ સાથે 7.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. તે 27 બોલમાં 42 રન બનાવી આઉટ થયો હતો અને આ ઇનિંગ દરમિયાન તેણે 5 ચોક્કા અને 3 છક્કા ફટકાર્યા હતા. ગેલ અને લુઈસની શાનદાર ઓપનિંગ ભાગીદારીનાં કારણે, સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિયોટ્સ લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં અને ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા હહતા. જ્યાં તેની ટાઇટલ મેચ સેન્ટ લુસિયા કિંગ્સ સાથે થશે. આપને જણાવી દઇએ કે, થોડા જ સમયમાં, સ્મિથની બેટિંગ બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.