Cricket/ બ્રોડે ભારત પ્રવાસનો અનુભવ શેર કર્યો, કહ્યુ- ખરાબ રહ્યો અનુભવ, અહી ધીમુ હતુ Wi-Fi

અહી ધીમુ વાઇ-ફાઇ હતુ, અને નેટફ્લિક્સ પણ ચાલી રહ્યુ ન હોતુ.” તેણે કહ્યુ કે, મને લાગ્યુ કે અમે પણ વાયરસની પકડમાં આવી જઈશું.

Sports
1 318 બ્રોડે ભારત પ્રવાસનો અનુભવ શેર કર્યો, કહ્યુ- ખરાબ રહ્યો અનુભવ, અહી ધીમુ હતુ Wi-Fi

કોરોના મહામારીએ રમત અને ખેલાડી બંનેને અસર કરી છે. રમત બદલાઈ ગઈ છે પરંતુ ખેલાડીઓ જૂના જમાનાની રીતે રમવાનુ હજુ પણ ભૂલી શક્યા નથી. કોઈ પણ ઈચ્છતું નથી કે તેને રૂમમાં બંધ કરી દેવામાં આવે અને તેને ક્વોરેન્ટિન રાખવામાં આવે, પરંતુ આ એક મજબૂરી થઇ ગઇ છે અને તે કરવુ જરૂરી થઇ ગયુ છે. ખેલાડીઓ પહેલા કરતા વધારે તકલીફો અનુભવવા લાગ્યા છે. તે રમતથી કંટાળી રહ્યા છે, તેમનું મન પહેલા કરતા વધારે દબાણ અનુભવી રહ્યું છે. કોવિડ-19 ના આવ્યા પછી ક્રિકેટ પણ ચોક્કસપણે બદલાયું છે.

1 319 બ્રોડે ભારત પ્રવાસનો અનુભવ શેર કર્યો, કહ્યુ- ખરાબ રહ્યો અનુભવ, અહી ધીમુ હતુ Wi-Fi

આ પણ વાંચો – KKR vs RCB / સંકટ સમયે વિરાટની ટીમનો આ ખેલાડી કરી રહ્યો હતો કઇંક અલગ જ કામ

તાજેતરમાં, સૌથી મોટી કોવિડની માર ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની અનિર્ણિત ટેસ્ટમાં જોવા મળી હતી, જે સીરીઝની 5 મી મેચ હતી. માન્ચેસ્ટરની તે પાંચમી અને અંતિમ ટેસ્ટ ભારતીય શિબિરમાં ભયને કારણે થઈ શકી ન હોતી. દેખીતી રીતે, ખેલાડીઓએ ટીમ ફિઝિયો સાથે કોવિડ પોઝિટિવ હોવાનું બહાર આવતા અંતિમ મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી માઈકલ વોન સહિત ક્રિકેટ બિરાદરીનાં ઘણા સભ્યો IPL ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પ્રાથમિકતા આપવા માટે ભારતીય ટીમની ટીકા કરી રહ્યા છે. જોકે, ઈંગ્લેન્ડનાં અનુભવી ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ આ બાબતે અલગ વિચાર ધરાવે છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા બ્રોડે કહ્યું કે આ કોવિડ સમય અશાંતિનું કારણ બની શકે છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં ભારતનાં પ્રવાસ દરમિયાન કડક બાયો-બબલમાં રહેતા તેમના અનુભવ વિશે પણ વાત કરી હતી.

1 320 બ્રોડે ભારત પ્રવાસનો અનુભવ શેર કર્યો, કહ્યુ- ખરાબ રહ્યો અનુભવ, અહી ધીમુ હતુ Wi-Fi

આ પણ વાંચો – ધમકી / ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકટ ટીમને ઈંગ્લેન્ડમાં બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

બ્રોડે ડેઇલી મેઇલ માટે તેની કોલમમાં લખ્યું હતું કે, “હું ચોક્કસપણે પ્રચાર કરવા જઇ રહ્યો નથી કે તેણે જે કર્યું તે ખોટું હતું કારણ કે મને યાદ છે કે અમદાવાદમાં છેલ્લી ટેસ્ટ મેચ માટે મે કેવો અનુભવ કર્યો હતો. મને હોટેલનાં રૂમમાં 10 અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્યો હતો. અન્ય માણસોને જોઇ શકાય નહી, અમારા પરિવારોથી દૂર રાખવામાં આવ્યા હતા, વળી અહી ધીમા વાઇ-ફાઇ હતા, અને નેટફ્લિક્સ પણ ચાલી રહ્યુ ન હોતુ.” તેણે કહ્યુ કે, તેના અંત સુધીમાં અમે થાકી ગયા હતા અને પ્રવાસનાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એવું લાગતું હતું કે અમે પણ વાયરસની પકડમાં આવી જઈશું. મને ખૂબ અસ્થિર અનુભવ થયો હતો.