Not Set/ IPL : RCBના હેડ કોચ પદે વેટ્ટોરીની જગ્યાએ ગેરી ક્રર્સ્ટનની કરાઈ વરણી

મુંબઈ, દુનિયાભરમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં આગામી સિઝન પહેલા  ટીમના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર કરાયા હતા. ત્યારબાદ ટીમના હેડ કોચની નિયુક્તિ અંગે ચાલતી અટકળો પર ગુરુવારે પૂર્ણવિરામ મુકાયું છે. RCBના હેડ કોચ પદે ડેનિયલ વેટ્ટોરીની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી ક્રર્સ્ટનની વરણી કરવામાં આવી […]

Trending Sports
Gary India IPL : RCBના હેડ કોચ પદે વેટ્ટોરીની જગ્યાએ ગેરી ક્રર્સ્ટનની કરાઈ વરણી

મુંબઈ,

દુનિયાભરમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં આગામી સિઝન પહેલા  ટીમના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર કરાયા હતા. ત્યારબાદ ટીમના હેડ કોચની નિયુક્તિ અંગે ચાલતી અટકળો પર ગુરુવારે પૂર્ણવિરામ મુકાયું છે.

RCBના હેડ કોચ પદે ડેનિયલ વેટ્ટોરીની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી ક્રર્સ્ટનની વરણી કરવામાં આવી છે.

આ પહેલા ટીમના હેડ કોચ માટે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કોચ ગેરી ક્રર્સ્ટન ફેવરિટ માનવામાં આવી રહ્યા હતા, ત્યારે હવે આ નામ પર અંતે કળશ ઢોળાયો છે. ગેરી ક્રર્સ્ટન ડેનિયલ વેટ્ટોરીનું સ્થાન લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગેરી ક્રર્સ્ટન જયારે ૨૦૧૧માં ભારતીય ટીમના હેડ કોચ હતા ત્યારે ૨૮ વર્ષ બાદ ઇન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો હતો. આ પહેલા ગેરી ક્રર્સ્ટન ગત વર્ષે RCBની ટીમ સાથે બેટિંગ સલાહકારના સ્વરૂપમાં જોડાયા હતા.

આજથી ૬ દિવસ પહેલા વિરાટ કોહલીના કેપ્ટનશિપ હેઠળની RCB ટીમના સપોર્ટ સ્ટાફમાં ભારે ફેરફાર કરવામાં આવ્યા હતા અને ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને ટીમના હેડ કોચ ડેનિયલ વેટ્ટોરી, બેટિંગ અને ફિલ્ડીંગ કોચ ટ્રેન્ટ વુડહિલ અને બોલિંગ કોચ એન્ડ્રયુ મેકડોનાલ્ડને હટાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત એડમિનિસ્ટ્રેશન સેટઅપમાં પૂર્વ બોસ કે અમૃત થોમસની જગ્યાએ સંજીવ ચૂડીવાલાને લાવવામાં આવ્યા હતા. જો કે ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે નિકટતા ધરાવતા લોકો પોતાની જગ્યા બનાવી રાખવામાં સફળ રહ્યા છે. આ બાબતે ગત સિઝનમાં RCBના બોલિંગ મેન્ટર તરીકેની જવાબદારી સંભાળનારા આશિષ નેહરા હાલમાં પોતાના પદ પર બની રહેશે.