Statement/ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ BCCIના સચિવ જય શાહના નિવેદન પર ભડક્યા,જાણો શું કહ્યું..

જય શાહના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ નિવેદન પાકિસ્તાને તેના સન્માન પર લઇ લીધું છે અને હવે કહ્યું છે કે ભારત તેને આદેશ આપી શકે નહીં

Top Stories Sports
6 31 પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ BCCIના સચિવ જય શાહના નિવેદન પર ભડક્યા,જાણો શું કહ્યું..

જય શાહના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ નિવેદન પાકિસ્તાને તેના સન્માન પર લઇ લીધું છે અને હવે કહ્યું છે કે ભારત તેને આદેશ આપી શકે નહીં. BCCI સચિવ જય શાહે એજીએમ પછી કહ્યું હતું કે ભારત એશિયા કપ 2023 રમવા માટે પાકિસ્તાન નહીં જાય. આ સાથે તેણે વધુમાં કહ્યું કે એશિયા કપ માટે તટસ્થ સ્થળ અંગે નિર્ણય લેવામાં આવશે. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે.

જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સંકેત આપ્યા હતા કે આ નિર્ણય આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી પર અસર કરશે. BCCIના સેક્રેટરીએ પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે. હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

વસીમ અકરમે કહ્યું કે ક્રિકેટ બોર્ડે જબરદસ્ત નિવેદન આપ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ કેવી રીતે રમે છે અને પાકિસ્તાનમાં ક્રિકેટની શરૂઆત પણ 10-15 વર્ષ પછી ભારત નક્કી કરી શકતું નથી. તેણે કહ્યું કે હું ભૂતપૂર્વ ક્રિકેટર, ખેલાડી છું. મને ખબર નથી કે રાજકીય સ્તરે શું થઈ રહ્યું છે, પરંતુ લોકો વચ્ચેનો સંપર્ક જરૂરી છે.

વસીમ અકરમે કહ્યું કે જય શાહ સાહેબ, જો તમારે કહેવું જ હતું તો તમે કમસેકમ અમારા અધ્યક્ષને બોલાવ્યા હોત. એશિયન કાઉન્સિલની બેઠક બોલાવી. તમે તમારો વિચાર આપશો, તેની ચર્ચા કરવી હતી.  વસીમ અકરમે કહ્યું કે તમે એમ ન કહી શકો કે અમે નહીં જઈએ, જ્યારે સમગ્ર કાઉન્સિલે એશિયા કપની યજમાની પાકિસ્તાનને આપી દીધી છે. આ યોગ્ય નથી.