વિધાર્થી કે હેવાન ?/ મારવાડી યુનિ.માં પાંચ વિદ્યાર્થીઓએ લીધો સાથી વિદ્યાર્થીનો ભોગ, નગ્ન વિડીયો બનાવી..

સાથી 5 મિત્રો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

Top Stories Gujarat Rajkot
Untitled 50 4 મારવાડી યુનિ.માં પાંચ વિદ્યાર્થીઓએ લીધો સાથી વિદ્યાર્થીનો ભોગ, નગ્ન વિડીયો બનાવી..
  • રાજકોટની મારવાડી યુનિ.માં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
  • 19 વર્ષનાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
  • પાંચ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનો લીધો ભોગ
  • હોસ્ટેલનાં રૂમમાં બે વખત આચરી ક્રૂરતા
  • કુવાડવા પોલીસે હાથ ધરી સઘન તપાસ
  • પાંચ વિદ્યાર્થીએ યુવકનો નગ્ન વીડિયો બનાવ્યો
  • વીડિયો બનાવી વિદ્યાર્થીને કરતાં હતા બ્લેકમેઈલ
  • કુવાડવા પોલીસે ત્રણ વિદ્યાર્થીની કરી અટકાયત

રાજકોટની મારવાડી યુનિ. ફરી એકવાર શર્મસાર બની છે. યુનિ. કેમ્પસમાં રેગિંગની બહુ ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. કોલેજના વિધાર્થીઓ દ્વારા પોતાણી સાથે અભ્યાસ કરતાં વિધાર્થીનો ભોગ લેવામાં આવ્યો છે. સાથે અભ્યાસ કરતાં વિધાર્થી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય કરવામાં આવ્યું છે. 19 વર્ષીય છાત્ર સાથે કોલેજની હોસ્ટેલનિ રૂમમાં જ બે વાર સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કરી વિડીયો બનાવી બ્લેક મેલ કરવાની ઘટના સામે આવી છે.

રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા તેના સાથી 5 મિત્રો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં વિદ્યાર્થી નાહવા ગયો ત્યારે તેનો વિડિયો ઉતારી તેણે બ્લેક મેલ કરવામાં માટે ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીને ‘તું મરીજા’, ‘અંગ વાઢી નાખ’ અથવા ‘હોસ્ટેલમાંથી કૂદકો મારવા માટે કહેવામાં આવ્યું હતું. અગાઉ થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તો આ ઘટના બાદ સવાલ ઉથી રહ્યા છે કે અગાઉ પણ વિધાર્થીને આજ રીતે બ્લેકમેઇલ કરાયો હતો ?

રાજકોટની મારવાડી યુનિ. છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિકડનો સામનો કરી રહી છે. જેમાં થોડા સમય પહેલા એક વિધાર્થી હોસ્ટેલની છત પરથી કૂદી આત્મહત્યા કરી હતી. તાજેતરમાં જ બે વિધાર્થીનીનો બેન્ચ પર બેસવા માટે એકબીજા સાથે મારામારી કરતી હોવાના વિડીયો પણ વાયરલ થાય હતા. તો બે વિધાર્થી એક યુવક- એક યુવતી એકબીજાને કીસ કરી રહ્યા હોય તેવા વિડીયો પણ વાઇરલ થાય હતા. આ સિવાય પણ અનેક આવા જ પ્રકારના બીભત્સ વિડીયો અનેકવાર સામે આવી ચૂક્યા છે.

ઉઠયા સવાલ 

શા માટે વિદ્યાનાં ધામમાં શર્મનાક ઘટના…?
શા માટે વિદ્યાર્થીને કરાયો બ્લેકમેઈલ…?
જવાબદાર વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કયારે…?
યુનિ.સંચાલક સામે કયારે લેવાશે પગલાં…?
આવી ઘટના બનતી અટકાવવા શું કરાશે કામગીરી…?