પ્રવાસ/ ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યલાયના દિક્ષાન્ત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આપશે હાજરી

ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યલાયના દિક્ષાન્ત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આપશે હાજરી

Gujarat Others
accident 23 ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યલાયના દિક્ષાન્ત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આપશે હાજરી

આવતીકલે તા.23 ફેબ્રુઆરી 2011  ના રોજ ગુજરાત કેન્દ્રીયવિશ્વવિદ્યાલયનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાશે. ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યલાય ના આ ત્રીજા દિક્ષાન્ત સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ઉપસ્થિત રહેશે. સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢિયા પણ હાજર રહેશે.

analysis / શહેરના પરિણામમાં આ વખતે પેનલ તૂટવાની સંભાવના, સુખી-સંપન્ન મતદાતા મતદાનથી રહ્યાં અળગા

આ દીક્ષાંત સમારોહમાં 73 પીએચ.ડી., 26 એમ.ફિલ., 121 અનુસ્નાતક અને 24 સ્નાતક એમ કુલ 244 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવશે . આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર 21 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ પ્રદાન કરવામાં આવશે.

ચુકાદો / હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો, એકસાથે મતગણતરી કરવાની  માંગણી ફગાવી

રાષ્ટ્રપતિ આવતીકાલથી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે. આવતીકાલે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ખાતે આવશે. ગુજરાત સેન્ટ્રલ યુનિ.ના કાર્યક્રમમાં  હાજરી આપશે.  મહાત્મા મંદિરમાં સાંજે 5 થી 6 કલાકે કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. 24મીએ મોટેરા સ્ટેડીયમના ઉદઘાટન કાર્યક્રમમાં બપોરે 12.30 થી 1.15 વાગ્યા દરમિયાન હાજરી આપશે. અને ત્યાંથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1.50 દિલ્હી જવા રવાના થશે