Not Set/ ‘આઓ કભી હવેલી પે’ પોલીસે સોશિયલ મીડિયા પર વિડિયો કર્યો પોસ્ટ, જાણો કઈ છે અમદાવાદીઓ માટે ખુશ ખબર

અમદાવાદ, શહેરના જમાલપુરની ગાયકવાડ હવેલીમાં આવેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંકુલમાં મલ્ટી લેવલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે. એકતા મેદાન નામે બનવા જઈ રહેલા આ મેદાનમાં એકપણ રૂપિયાના ચાર્જ વગર શહેરીજનો રમત રમી શકશે. આ ગ્રાઉન્ડ માટે એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. જેમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો માટેની કોર્ટ […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 118 ‘આઓ કભી હવેલી પે’ પોલીસે સોશિયલ મીડિયા પર વિડિયો કર્યો પોસ્ટ, જાણો કઈ છે અમદાવાદીઓ માટે ખુશ ખબર

અમદાવાદ,

શહેરના જમાલપુરની ગાયકવાડ હવેલીમાં આવેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંકુલમાં મલ્ટી લેવલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે. એકતા મેદાન નામે બનવા જઈ રહેલા આ મેદાનમાં એકપણ રૂપિયાના ચાર્જ વગર શહેરીજનો રમત રમી શકશે.

આ ગ્રાઉન્ડ માટે એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. જેમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો માટેની કોર્ટ બનાવાશે.

સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રૂ. 200 કરોડની નિર્ભયા ગ્રાન્ટમાંથી અમદાવાદ પોલીસની દેખરેખમાં એક કરોડથી વધુના ખર્ચે આ ગ્રાઉન્ડ બનાવાશે.

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર “આઓ કભી હવેલી પે” લખીને આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં ડ્રોન દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને તેની બાજુમાં આવેલા મેદાનનો નજારો બતાવવામાં આવ્યો છે.