Not Set/ અમેરિકાનો ઝટકો, પાકિસ્તાની નાગરિકને 5 વર્ષના બદલે માત્ર 3 મહિનાના મળશે વિઝા

પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી, વિશ્વભરમાં ઘેરાયેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લગ્યો છે. અમેરિકાએ તેમના દેશમાં આવતા પાકિસ્તાની નાગરિકો મળતા વિઝાની અવધિ ઘટાડી દીધી છે. પહેલા પાકિસ્તાની નાગરિકોને જે 5 વર્ષનો વિઝા મળતો હતો હવે તેની અવધિ ઘટાડીને 12 મહિના કરી દેવામાં આવી છે. પાકિસ્તાની અખબારના અનુસાર, પાકિસ્તાનમાં હાજર રહેલા અમેરિકન રાજદૂતએ આ વિશે […]

Top Stories World
pla 1 અમેરિકાનો ઝટકો, પાકિસ્તાની નાગરિકને 5 વર્ષના બદલે માત્ર 3 મહિનાના મળશે વિઝા

પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી, વિશ્વભરમાં ઘેરાયેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લગ્યો છે. અમેરિકાએ તેમના દેશમાં આવતા પાકિસ્તાની નાગરિકો મળતા વિઝાની અવધિ ઘટાડી દીધી છે. પહેલા પાકિસ્તાની નાગરિકોને જે 5 વર્ષનો વિઝા મળતો હતો હવે તેની અવધિ ઘટાડીને 12 મહિના કરી દેવામાં આવી છે.

પાકિસ્તાની અખબારના અનુસાર, પાકિસ્તાનમાં હાજર રહેલા અમેરિકન રાજદૂતએ આ વિશે સરકારને જાણ કરી દીધી છે. સમાચાર મુજબ, નવા નિયમોમાં પાકિસ્તાની પત્રકારો અને મીડિયાપર્સનના માટે વધુ મુશ્કેલ છે, તેમને મળવામાં આવતા વિઝાની અવધિ ત્રણ મહિનામાં કરવામાં આવી છે.

એટલું જ નહિ, અમેરિકાએ વિઝાની અવધિ ઘટાડવાની સાથે સાથે વિઝા માટે માટે આપવામાં આવતી ફી માં પણ વધારો કર્યો છે. એટલે કે, જો કોઈ પાકિસ્તાની નાગરિક અમેરિકામાં જવા માંગે છે, તો તે એક સમયે 12 મહિનાથી વધુ સમય સુધી ત્યાં રહી શકશે નથી, જો તેને લાંબા સમય સુધી ત્યાં રહેવાનું હોય તો તેને પાકિસ્તાન પરત આવુ પડશે અને વિઝાને રિન્યુ કરાવા પડશે.

નવા આદેશ મુજબ, વર્ક વિઝા, જર્નલિસ્ટ વિઝા, ટ્રાંસફર વિઝા, ધાર્મિક વિઝા માટેના ફીમાં વધારો થયો છે. તેમના માટે હાલ જે પણ વિઝા છે તેમાં 32 થી 38 ડોલર સુધી વધારીવમ આવી છે.

એટલે કે, જો હવે કોઈ પાકિસ્તાની પત્રકાર અમેરિકા જવા માંગે છે, તો તેને વિઝા અપ્લાઈ કરવા માટે 192 ડોલર ચૂકવવા પડશે, જ્યારે અન્ય કેટેગરીમાં 198 ડોલર ની ફી થઇ છે. અમેરિકા દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર 2018 માં લગભગ 38 હજાર પાકિસ્તાનીઓને વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલા બાદ જ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર ભારે ઝટકા લાગ્યા છે. અમેરિકાએ પહેલા જ પાકિસ્તાન આપવામાં આવે મદદ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, આતંકવાદી સંગઠનો સામે પગલાં લેવા માટે પણ કહી ચુક્યા છે.