Cyclone Biparjoy/ કચ્છમાં વિનાશલીલાનો પ્રારંભ, વાવાઝુડોની દસ્તક પહેલા ખાબક્યો ભારે વરસાદ

વાવાઝોડાવી ટક્કર પહેલા કચ્છમાં હવામાન એકદમ પલટાયું છે. કચ્છમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો છે. પવનના કારણે લાઈટના થાંભલાઓ પણ નમી પડ્યાં છે.

Top Stories Gujarat Others
Untitled 72 કચ્છમાં વિનાશલીલાનો પ્રારંભ, વાવાઝુડોની દસ્તક પહેલા ખાબક્યો ભારે વરસાદ

બિપરજોય વાવાઝોડાનો સૌથી મોટો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાંથી ઉદભવેલા આ વાવાઝોડાએ હવે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક ત્રાટકવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાક રહી શકે છે. આ દરમિયાન, તે ઘણો વિનાશ સર્જી શકે છે

જણાવીએ કે,વાવાઝોડાવી ટક્કર પહેલા કચ્છમાં હવામાન એકદમ પલટાયું છે. કચ્છમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો છે. પવનના કારણે લાઈટના થાંભલાઓ પણ નમી પડ્યાં છે.  હવામાન વિભાગની આગાહી મુજબ, ‘બિપરજોય’ વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. જેથી હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ છે.

જખૌ બંદર પર ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે વરસાદના ઝાપટાં પણ પડી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આ ઝંઝાવતી વાવાઝોડું બિપોરજોય આજે સાંજ બાદ કચ્છના જખૌ અને તેની અડીને આવેલા પાકિસ્તાની વિસ્તાર સાથે ટકરાશે. આ દરમ્યાન 125થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની આશંકા છે.

kutch Copy 2023 06 e5f58a4e164b7793bfbafe6600f83693 કચ્છમાં વિનાશલીલાનો પ્રારંભ, વાવાઝુડોની દસ્તક પહેલા ખાબક્યો ભારે વરસાદ

વાવાઝોડુ બિપરજોય ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સાથે તેને ટક્કર આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ પહેલા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. દરમિયાન, બુધવારે (14 જૂન) ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થયો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે. ચક્રવાતી તોફાન બિપોરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે.

આ પણ વાંચો:જો તમે ચક્રવાતના ડેન્જર ઝોનમાં ફસાયેલા છો તો જાણો શું કરવું,શું ન કરવું

આ પણ વાંચો:કેમ આટલું ખતરનાક છે ચક્રવાત બિપરજોય, જાણો 5 મોટા કારણો

આ પણ વાંચો:ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત સરકાર એલર્ટ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:સ્નેચિંગ કરાયેલા 120 મોબાઇલ સાથે સુરતની ઉમરા પોલીસે 3 આરોપીને પકડ્યા અને 38 ગુનાઓનો ભેદ ઉકેલ્યો