Not Set/ અમરેલી LCB પોલીસની વાન અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ પોલીસ કર્મી ઘાયલ

અમદાવાદ: બોટાદ જિલ્લાના બરવાળા પાસેના રોજીદ ગામ નજીક એલસીબી (LCB) પોલીસની વાનને અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે. અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચની વાન અને ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ પોલીસ કર્મચારીને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જે પૈકીના એકની હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના […]

Top Stories Ahmedabad Gujarat Others Trending
Three policemen injured in an accident between LCB police van and truck

અમદાવાદ: બોટાદ જિલ્લાના બરવાળા પાસેના રોજીદ ગામ નજીક એલસીબી (LCB) પોલીસની વાનને અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે. અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચની વાન અને ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ પોલીસ કર્મચારીને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જે પૈકીના એકની હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે મોડી રાત્રે અમદાવાદ તરફ આવી રહેલી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અકસ્માત નડ્યો હતો. અમરેલી એલસીબીની ટીમ બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલા રોજીદ અને તગડી ગામ વચ્ચે પહોંચી હતી ત્યારે પોલીસની વાનનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.

ટ્રક અને પોલીસ વાનના ડ્રાઇવરે પોતાના વાહનોના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બંને વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. જેના પગલે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકની ટક્કર લાગવાથી પોલીસની જીપ ફંગોળાઇને રોડની બાજુમાં ખાળિયામાં ઉતરી ગઇ હતી.

આ અકસમાતની ઘટનાના પગલે પોલીસ જીપમાં સવાર ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થતાં તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા ત્રણ પૈકીના એકની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જયારે અન્ય બે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.