દારૂબંધી/ દિલ્હીમાં નહિ ખુલે દારૂની દુકાનો, 500 સ્ક્વેરફીટથી ઓછા વિસ્તારોમાં પ્રતિબંધ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધી રહેલા આંકડાના કારણે સરકાર સતર્ક થઈ ગઈ છે. તેમજ દરેક મોરચે કોરોનાનો સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ

Top Stories
sisodiya દિલ્હીમાં નહિ ખુલે દારૂની દુકાનો, 500 સ્ક્વેરફીટથી ઓછા વિસ્તારોમાં પ્રતિબંધ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધી રહેલા આંકડાના કારણે સરકાર સતર્ક થઈ ગઈ છે. તેમજ દરેક મોરચે કોરોનાનો સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે જાહેરાત કરી છે તેઓએ જણાવ્યું છે કે દિલ્હી સરકાર હવે રાજધાનીમાં દારૂનું વેચાણ નહીં થવા દે.સિસોદિયા જણાવ્યું હતું કે દિલ્હીમાં 500 સ્ક્વેર ફીટ થી ઓછા વિસ્તારમાં આવેલી દારૂની દુકાનો બંધ રહેશે. દિલ્હી સરકારે દારૂની દુકાન નહીં ખોલવા માટે નિર્ણય કર્યો છે. આ સિવાય સિસોદિયા જણાવ્યું હતું કે દારૂ ખરીદવા માટે કાયદેસર રીતે ઉંમર 21 વર્ષ છે. તેનાથી ઓછી ઉંમર વાળા યુવકો દારૂની ખરીદી નહીં કરી શકે.

એ બાબત ઉલ્લેખનીય છે કે  સમગ્ર વિશ્વમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વના અમુક દેશોમાં લોકડાઉન પણ થઇ ગયું છે. ત્યારે આ ખરાબ બની રહેલીસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કેસ વધતા આજે રાજધાનીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની બેઠક બોલાવી હતી. જેના પ્રમુખ પદે એલજી હતા. બેઠક દરમિયાન નિર્ણય લેવાયો કે હવે દિલ્હીના એરપોટ અને રેલ્વે સ્ટેશન પર આવનારા મુસાફરોનાં રેન્ડમ કોરોના ટેસ્ટ થશે.

એલજીએ એ પણ જણાવ્યું કે, આવનારા તહેવારોની સીઝનમાં આપણે ખુબ જ સતર્ક રહેવું પડશે. આ ઉપરાંત એ પણ જણાવ્યું કે જે રાજયમાં કોરોનાના કેસ વધારે છે ત્યાંથી આવનારા મુસાફરોનાં રેન્ડમ કોરોના ટેસ્ટ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મોટા પ્રમાણમાં કોરોનાના ટેસ્ટ થશે. તેમજ રસીકરણ કરવામાં આવશે. જેનો લાભ દેશના નાગરિકોને મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…