ભીષણ આગ/ આંધ્રપ્રદેશમાં ભીષણ આગ લાગતા અનેક મકાનો બળીને ખાખ,કોઇ જાનહાનિ નહી

આંધ્રપ્રદેશના વિજયનગરના મેંતડા મંડલના જક્કુવા ગામમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ભીષણ આગને કારણે અનેક મકાનો બળીને ખાખ થઈ ગયા છે

Top Stories India
andra આંધ્રપ્રદેશમાં ભીષણ આગ લાગતા અનેક મકાનો બળીને ખાખ,કોઇ જાનહાનિ નહી

આંધ્રપ્રદેશના વિજયનગરના મેંતડા મંડલના જક્કુવા ગામમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ભીષણ આગને કારણે અનેક મકાનો બળીને ખાખ થઈ ગયા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તમામ લોકોને બચાવી લેવાયા છે.

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર, વિજય નગરના મેંતંડા મંડલ સ્થિત જક્કુવા ગામમાં શુક્રવારે રાત્રે 10 વાગે એક મકાનમાં આગ ફાટી નીકળી હતી અને અનેક ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. લોકો કંઈ સમજે તે પહેલા આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઘણા લોકોએ તેમના ઘરની બહાર દોડીને પોતાનો જીવ બચાવ્યો અને તેમની આંખો સમક્ષ સપનાનું ઘર બરબાદ થતું જોયું. વિજયનગરના ડીસી સૂર્યા કુમારીએ જણાવ્યું હતું કે, “આગને કાબૂમાં લેવામાં આવી છે. આગમાં ઘર ગુમાવનારાઓને સ્થાનિક શાળામાં રાખવામાં આવ્યા છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.