Not Set/ અમદાવાદમાં એક કલાકમાં 200 લોકો માગી રહ્યા છે પાસપોર્ટ

અમદાવાદ રીજનલ ઓફિસમાં કર્મચારીઓ રજાના દિવસોમાં પણ કામ કરી રહ્યા છે અને તેમને એક દિવસમાં 1500થી વધુ અરજીઓનો નિકાલ કરવાની કોશિશ કરી રહ્યા છે.

Top Stories Business
પાસપોર્ટ

કોરોના મહામારીએ દેશ અને દુનિયામાં તમામ ગતિવિધીઓને બ્રેક મારી દીધી હતી. હવે ભારત અને કેટલાક દેશોમાં કોરોના મહામારી થોડી કાબુ થઇ છે અને જનજીવન પણ ધીમે ધીમે પાટે ચડી રહ્યું છે ત્યારે લોકોને ફરી વખત ઉડવાની ઈચ્છા થઇ રહી છે. કોવિડ 19ના કારણે વિમાનોની યાત્રાઓ અને વિદેશ પ્રવાસ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. જે પ્રતિબંધ હવે હટાવી લેવાયો છે. ટ્રાવેલ રીસ્ટ્રીકશનમાં છૂટ આપવામાં આવી કે તરત જ અમદાવાદની રીજનલ પાસપોર્ટ ઓફિસ(RPO)માં આ વર્ષે માર્ચ મહિનામાં 56,924 પાસપોર્ટ અરજીઓ મળી છે. જે કોરોનાકાળ પહેલાની તુલનાએ ત્રણ ગણી છે. આમ સરેરાશ એક કલાકમાં 200 લોકો પાસપોર્ટ માગી રહ્યા છે.

પાસપોર્ટ

કોરોનાકાળ પહેલા માર્ચ 2019માં 55000 પાસપોર્ટ માટેની અરજીઓ મળી હતી. જે કોવિડ-19ના સમયમાં એટલેકે માર્ચ 2020માં ઘટીને 34,800 થઇ હતી. માર્ચ 2021માં આ 39,700 અરજીઓ મળી હતી અને હવે ટ્રાવેલ માટે છૂટ મળતા માર્ચ 2022માં 56,924 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એક અંગ્રેજી અખબારને રીજનલ પાસપોર્ટ ઓફીસના અધિકારી વ્રેન મિશ્રાએ પાસપોર્ટ માટેની અરજીઓમાં થયેલા વધારા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આખા દેશમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં વધારો થયો છે. દેશમાં માર્ચ 2022 સુધીમાં 12.80 લાખથી વધુ અરજીઓ આવી છે. જે લોકો વિદેશમાં તેના સ્નેહીઓને મળવા જઈ શક્યા નથી તેઓ હવે પ્રતિબંધ ઉઠાવાતા એકબીજાને મળવા માટે વિદેશ જઈ રહ્યા છે. સાથે સાથે સમર વેકેશન માટે પણ લોકો વિદેશની પસંદગી કરી રહ્યા છે અને તેના માટે સતત પાસપોર્ટ અરજીમાં વધારો થઇ રહ્યો છે ઉપરાંત વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જઈ રહ્યા છે. આવેલી અરજીઓમાંથી 40 ટકા વિદ્યાર્થીઓની અરજીઓ છે, જેઓ વિદેશ જુદા જુદા કોર્સ માટે જઈ રહ્યા હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.

પાસપોર્ટ

વધુ વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ રીજનલ ઓફિસમાં કર્મચારીઓ રજાના દિવસોમાં પણ કામ કરી રહ્યા છે અને તેમને એક દિવસમાં 1500થી વધુ અરજીઓનો નિકાલ કરવાની કોશિશ કરી રહ્યા છે. આરપીઓનાં એપ્લિકેશન ડેટા અનુસાર, પાસપોર્ટ અરજીઓ જાન્યુઆરી 2022માં લગભગ 39,000 પ્રાપ્ત થઈ હતી. તે વધીને ફેબ્રુઆરીમાં લગભગ 45,500 થઈ ગઈ. જે 2019 જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અનુક્રમે લગભગ 57,000 અને 53,000 અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચો : આજથી ઓટોરીક્ષા અને મિનિબસ ડ્રાઈવરોની હડતાળ, CNG ભાવમાં સબસિડીની માંગ સાથે વિરોધ પ્રદર્શન

મંતવ્ય