Not Set/ બુલંદ શહેર હિંસા: ઇન્સ્પેક્ટર સુબોધ સિંહ પર સૈનિકે ચલાવી હતી ગોળી, વિડીયો આવ્યો સામે

બુલંદ શહેર હિંસાનો મામલો વધારે ગરમાયો છે.  પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં સુબોધ કુમાર પર ગોળી એક સૈનિકે ચાલવી હોવાનું સામે આવ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી સૈનિક રજાના સમયે ઘરે આવ્યો હતો અને તેણે પોતાની બંદુકથી ગોળી મારી હતી. હાલ આ સૈનિક […]

Top Stories India Trending
subodh singh 1 બુલંદ શહેર હિંસા: ઇન્સ્પેક્ટર સુબોધ સિંહ પર સૈનિકે ચલાવી હતી ગોળી, વિડીયો આવ્યો સામે

બુલંદ શહેર હિંસાનો મામલો વધારે ગરમાયો છે.  પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં સુબોધ કુમાર પર ગોળી એક સૈનિકે ચાલવી હોવાનું સામે આવ્યું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી સૈનિક રજાના સમયે ઘરે આવ્યો હતો અને તેણે પોતાની બંદુકથી ગોળી મારી હતી.

હાલ આ સૈનિક જમ્મુ ભાગી ગયો છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે પોલીસે એફઆઈઆરમાં જે આરોપીના નામ નોંધ્ય છે તેમાં આ સૈનિકનું નામ પણ શામેલ છે.

પોલીસને બુલંદ શહેર હિંસાનો એક વિડીયો મળ્યો છે જેમાં ચોખ્ખું જોઈ શકાય છે કે આ સૈનિક ગોળી ચલાવી રહ્યો છે.

ત્યારબાદ પોલીસની ટીમે જમ્મુના સૈનિક યુનિટના અધિકારીઓ સાથે વાત કરી છે. આરોપી સૈનિકની ધર્પ્ક્સ કરવા માટે બુલંદ શહેરથી પોલીસની ટીમ જમ્મુ જવા રવાના થઇ ગઈ છે.