Not Set/ મુંબઈમાં ભારે વરસાદનાં પગલે સ્કૂલ-કોલેજ બંધ, આવતા 24 કલાક માટે ચેતવણી જાહેર

ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ બે દિવસ વરસાદની આગાહી હતી. તે મુજબ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની માનીએ તો મહારાષ્ટ્રનાં નોર્થ કોંકણ વિસ્તાર સહિત નવી મુંબઈ અને મુંબઈમાં સતત ભારે વરસાદનાં સમાચાર સામે આવી રહ્યા છે. તદઉપરાંત પાલઘરમાં 4-6 કલાકથી સતત વરસાદ પડી રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. Indian Meteorological Department (IMD): […]

India
mumbai heavy rain મુંબઈમાં ભારે વરસાદનાં પગલે સ્કૂલ-કોલેજ બંધ, આવતા 24 કલાક માટે ચેતવણી જાહેર

ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ બે દિવસ વરસાદની આગાહી હતી. તે મુજબ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની માનીએ તો મહારાષ્ટ્રનાં નોર્થ કોંકણ વિસ્તાર સહિત નવી મુંબઈ અને મુંબઈમાં સતત ભારે વરસાદનાં સમાચાર સામે આવી રહ્યા છે. તદઉપરાંત પાલઘરમાં 4-6 કલાકથી સતત વરસાદ પડી રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેના પગલે સ્કૂલ-કોલેજમાં રજા આપી દેવામાં આવી છે. મુંબઈ પોલીસે ટ્વીટ કરી લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. મુંબઈ પોલીસે ટ્વીટ કરી કહ્યુ કે, કોઇપણ પ્રકારની ઇમરજન્સીની પરિસ્થિતિમાં 100 નંબર ડાયલ કરી તે મદદ માંગી શકે છે.

ભારે વરસાદનાં કારણે સેન્ટ્રલ રેલ્વે લાઇન પર ટ્રેનોની ગતિ ધીમી થઇ ગઇ છે. થાને રેલ્વે સ્ટેશન સહિત ઘણા સ્ટેશનો પર રેલ્વેનાં પાટા પર વરસાદી પાણી ભરાઇ જવાના કારણે રેલ પરિચાલનમાં ઘણી મુશ્કેલિઓ થઇ રહી છે. રેલ્વે ટ્રેક્સ પર પાણી ભરાઇ જતા ટ્રેનો ધીમી ગતિથી ચાલી રહી છે. વરસાદી પાણી રસ્તા પર જમા થતા મુંબઈને બેસ્ટ બસ જાણે પાણીમાં તરી રહી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદનાં કારણે જનજીવન પર મોટી અસર પડી છે. તંત્ર દ્વારા કારણ વિના ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.