વૃક્ષા રોપણ અભિયાન/ સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

મંતવ્ય ન્યૂઝ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના અલગ અલગ શહેરો ગામડાઓમાં 75 લાખ વૃક્ષોનું વાવેતર અને જતનનો સંકલ્પ મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat
Untitled 126 2 સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

@અમિત રૂપાપરા 

વર્તમાન સમયમાં પર્યાવરણની ચિંતા સૌ કોઈ લોકો કરી રહ્યા છે. ત્યારે પર્યાવરણના જતન માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના અલગ અલગ શહેરો ગામડાઓમાં 75 લાખ વૃક્ષોનું વાવેતર અને જતનનો સંકલ્પ મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે સુરતના ભીમરાડ ખાતે આવેલા સુરત મહાનગરપાલિકાના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Untitled 126 3 સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલીસ સાથે મળીને મંતવ્ય ન્યૂઝ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મહાનગરપાલિકાના ગાર્ડન સમિતિના ચેરમેન રેશમાબેન લાપસીવાલા, કાયદા સમિતિના ચેરમેન હસમુખભાઈ નાયકાની કોર્પોરેટર ઉપરાંત એડિશનલ પોલીસ કમિશનર કે. એન. ડામોર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સુરતની સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Untitled 126 4 સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ લોકેશ કુમાર, આઉટપુટ હેડ પાર્થ પટેલ, સુરત બ્યુરો ચીફ વહાબ ભાઈ બેલીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરતમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા, ગાર્ડન સમિતિ ચેરમેન, કાયદા સમિતિ ચેરમેન સહિતના મહાનુભાવોએ વૃક્ષો રોપીને મંતવ્ય ન્યૂઝના ચાલો વૃક્ષો વાવીએ પર્યાવરણનું જતન કરીએ અભિયાનને આગળ વધાર્યું હતું અને લોકોને પણ અપીલ કરી હતી કે, દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરે. જેથી કરીને આવનારી પેઢીને સારું પર્યાવરણ આપી શકાય.

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

આ પણ વાંચો:અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો

આ પણ વાંચો:ભાવનગરઃ સર્ટી હોસ્પિ.માં સારવાર દરમ્યાન ગર્ભવતી મહિલાનું મોત

આ પણ વાંચો:મહેસાણામાં પરિણીતાને ભગાડી જવામાં મદદગારીની શંકામાં યુવક પર હુમલો

આ પણ વાંચો:આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો