ગુજરાત હવામાન વિભાગની આગાહી/ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 27 જૂન બાદ જાણી શકાશે સપૂર્ણ ગતિવિધિ

હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે.આ ઉપરાંત એવું

Gujarat
rain

બિપરજોય વાવાઝોડા બાદ દરેક જગ્યા એ ચોમાસાની રાહ જોવાઈ રહી છે, એવામાં હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે.આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્ય છે કે, 25 અને 26 જૂને ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની રહેશે. જેમાં સુરત, વલસાડ,નવસારી,તાપી, ડાંગ, વડોદરા,ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત એવું સામે આવ્યું છે કે અરબી સમુદ્રમાં હજુ ચોમાસુ આગળ વધ્યું નથી. હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી છે.

આ સિસ્ટમ થી રાજ્યમાં વરસાદની સંભાવના છે. સપૂર્ણ ખ્યાલ 27 જૂન  બાદ આવશે જેમાં વરસાદની ગતી વિધિ સ્પષ્ટપણે જાણી શકાશે. આ સાથે જ અમદાવાદ માં વાદળછાયું વાતાવરણ રેહવા ની સંભાવના રહેલી છે.

આ ઉપરાંત ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 27 જૂન બાદ જ જાણી શકાશે કે વરસાદની ગતિવિધિ શું રહેશે.

આ પણ વાંચો:અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો

આ પણ વાંચો:આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા 32 કરોડના કોકેઇનના જથ્થા સાથે બ્રાઝિલના નાગરીકની ધરપકડ

આ પણ વાંચો:વડોદરામાં આઇસરેની ટક્કરથી કારનો થયો કચરઘાણ, ત્રણના ઘટનાસ્થળે જ મોત