Not Set/ રાજકોટ: પરેશ ધાનાણીના ધરણા પૂર્ણ, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

રાજકોટ રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડ મામલે ધરણા યોજ્યા હતા. ધરણા પૂર્ણ કર્યા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટી રાજ્યની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે. ક્યાક […]

Top Stories Gujarat Rajkot Trending
dfs 16 રાજકોટ: પરેશ ધાનાણીના ધરણા પૂર્ણ, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

રાજકોટ

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડ મામલે ધરણા યોજ્યા હતા. ધરણા પૂર્ણ કર્યા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા.

પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટી રાજ્યની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે. ક્યાક સત્તાના જોરે તો ક્યાક પોલીસના ડંડે પ્રજા પર ધાક જમાવી રહી છે.

મુખ્યમંત્રી જો દુઘે ઘોવાયેલા હોય તો સાડા ત્રણ હજારના મગફળી કોભાંડની તપાસ કરાવે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યુ હતુ કે, એક લાખ એસી હજાર મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

જેમાં માટીની ભેળસેળનુ કોભાંડ સામે આવ્યુ હતુ. હજુ એક લાખ ગુણી મગફળી અન્ય ગોડાઉનમાં રાખવામાં આવી છે. તેની પણ તપાસ કરવામાં આવશે તો તેમાથી પણ મોટા પ્રમાણમાં મગફળીની ભેળસેળ સામે આવવાની શક્યતા છે.