Not Set/ ભંગારના ફ્રીજની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

  અમદાવાદ. આજ રોજ અમદાવાદથી એક ઘોર લાપરવાહીનો મામલો સામે આવી રહ્યો છે. રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં, દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો જાત-ભાતનો કીમિયો અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખી રાજ્યમાં દારૂ ઘુસાડતા હોય છે. પરંતુ ક્યારેક પોલીસને સૂત્રો દ્વારા બાતમી મળતા બુટલેગરો ઝડપાઈ જતા હોય છે. આવી જ વધુ એક દારૂ ઝડપાવાની ઘટના આજ […]

Ahmedabad Top Stories Gujarat
skjkasjhkasjhsaklhlkjhslkjhas ભંગારના ફ્રીજની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

 

અમદાવાદ.
આજ રોજ અમદાવાદથી એક ઘોર લાપરવાહીનો મામલો સામે આવી રહ્યો છે. રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં, દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો જાત-ભાતનો કીમિયો અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખી રાજ્યમાં દારૂ ઘુસાડતા હોય છે.

પરંતુ ક્યારેક પોલીસને સૂત્રો દ્વારા બાતમી મળતા બુટલેગરો ઝડપાઈ જતા હોય છે. આવી જ વધુ એક દારૂ ઝડપાવાની ઘટના આજ રોજ સામે આવી છે. આ વખતે અમદાવાદ-બગોદરા હાઈવે પર દારૂનો મોટી માત્રામાં જથ્થો ભરેલી ટ્રકને ઝડપી લેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ-બગોદરા હાઈવે પર આવેલી એક હોટલના પાર્કિંગમાં એક ટ્રક ઉભી હતી, જેમાં દારૂ હોવાની જાણ કોઈને થતાં, તેણે તુરંત પોલીસને આ મુદ્દે જાણકારી આપતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી, અને હોટલના પાર્કિંગમાં ઉભી રહેલી ટ્રકની તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી.

મહત્વની વાત એ છે કે, અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલને માહિતી મળતા પોલીસે પ્રથમ નજરે ટ્રકની તપાસ કરતા જોવા મળ્યું કે, ટ્રકમાં ભંગારના ફ્રીજ છે, પરંતુ ફ્રીજ ખોલીને જોતા અંદર દારૂની પેટીઓ સંતાડેલી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રૂ. 38.10 લાખનો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે ટ્રક સહિત 46 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.