ફ્રી લેપટોપ સ્કીમ/ રાજ્ય સરકારની ટેબ્લેટ યોજના હવે લેપટોપ યોજનામાં પરિવર્તીત થશે

નમો ટેબ્લેટ યોજનાની નિષ્ફળતા પછી સરકાર Laptop હવે આ યોજનાને લેપટોપ યોજનામાં રૂપાંતરિત કરવાનું આયોજન કરી રહી છે. આમ ટેબ્લેટ યોજનાના છ વર્ષ બાદ રાજ્ય સરકારે થોડી પ્રગતિ કરતા હવે લેપટોપ પર આવી છે જે આજના સમયમાં વિદ્યાર્થીઓની તાતી જરૂરિયાત છે. સરકારે આ દિશામાં કામકાજ શરૂકરી દીધું છે. 

Top Stories Gujarat
Free laptop scheme રાજ્ય સરકારની ટેબ્લેટ યોજના હવે લેપટોપ યોજનામાં પરિવર્તીત થશે

નમો ટેબ્લેટ યોજનાની નિષ્ફળતા પછી સરકાર Laptop હવે આ યોજનાને લેપટોપ યોજનામાં રૂપાંતરિત કરવાનું આયોજન કરી રહી છે. આમ ટેબ્લેટ યોજનાના છ વર્ષ બાદ રાજ્ય સરકારે થોડી પ્રગતિ કરતા હવે લેપટોપ પર આવી છે જે આજના સમયમાં વિદ્યાર્થીઓની તાતી જરૂરિયાત છે. સરકારે આ દિશામાં કામકાજ શરૂકરી દીધું છે.

આગામી કેટલાક સમયમાં રાજ્ય સરકાર આ યોજનાને Laptop પ્રસ્તાવિત સ્વરૂપ આપે તેમ માનવામાં આવે છે. તેની સાથે હાલમાં ઇલેક્ટ્રોનિકસ ક્લસ્ટર બનાવવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યા તેમાથી પણ આ યોજના અન્વયે ફાયદો મેળવી શકીને વિદ્યાર્થીઓને રાહત દરે લેપટોપ આપી શકાય છે.

ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં વિદ્યાર્થીઓને લેપટોપ આપવા અંગેની કોઈ યોજના છે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે. તેમજ અન્ય રાજ્યોમાં કેવા પ્રકારની યોજના છે તેનો અહેવાલ મેળવ્યાં બાદ નિર્ણય Laptop કરવામાં આવી શકે છે. આ યોજનામાં ફેરફાર કરવા અંગે શિક્ષણના ઉચ્ચ અધિકારીનું એવુ કહેવું છે કે, કોલેજના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ કરતાં લેપટોપ વધુ ઉપયોગી બનશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક ટેકનિકલ કમિટીની પણ રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નમો ટેબ્લેટ યોજના વર્ષ-2017-18ના Laptop શૈક્ષણિક વર્ષમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન વર્ષ-2016-17માં ધોરણ.12 પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને રૂ.7થી 8 હજારમાં બજારમાં મળતું ટેબ્લેટ રૂ.1 હજારમાં આપવાની જાહેરાત કરાઈ હતી. આ સિવાય ડિગ્રી-ડિપ્લોમાં અભ્યાસક્રમ સહિતના અનેક વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યાં ન હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠી છે. રાજ્યમાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે, જેમનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો પણ ટેબ્લેટ પ્રાપ્ત થયાં નથી.

આમ તે સમયે પણ ટેબ્લેટ યોજનાનો વિવાદ Laptop બહુ ચગ્યો હતો. સરકારે જેને ટેબ્લેટ આપવાના હતા તેમને ટેબ્લેટ મળ્યા ન હતા અને જે ટેબ્લેટની યાદીમાં પણ ન હતા તે લોકો ટેબ્લેટ લઈ ગયા હતા. રાજ્ય સરકાર હવે વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની યોજના કેટલી પારદર્શક રાખી શકે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં જયલલિતા સરકાર ફ્રી લેપટોપ સ્કીમ આપી ચૂકી છે. તે સમયે જયલલિથા સરકારની આ યોજનાને જબરજસ્ત સફળતા સાંપડી હતી.

આ પણ વાંચોઃ Uttarakhand Accident/ ઉત્તરાખંડના પિથોરાગઢમાં મોટો માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડી, 12 લોકોના મોત

આ પણ વાંચોઃ Jagannath Temple Land Scam/ જગન્નાથ મંદિરની ગૌચર જમીન વેચવાનું કૌભાંડઃ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં

આ પણ વાંચોઃ આગ જ આગ/ રાજકોટમાં ફર્નિચરના કારખાનામાં લાગી ભીષણ આગ, પાર્ક કરેલા વાહનો થયા બળીને ખાક

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/ અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો

આ પણ વાંચોઃ IT વિભાગના દરોડા/ આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો