આગ જ આગ/ રાજકોટમાં ફર્નિચરના કારખાનામાં લાગી ભીષણ આગ, પાર્ક કરેલા વાહનો થયા બળીને ખાક

રાજકોટમાં રાજકમલ ફર્નિચરના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં લાકડાના ફર્નિચરના શોરુમમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે.

Top Stories Rajkot Gujarat
Untitled 125 રાજકોટમાં ફર્નિચરના કારખાનામાં લાગી ભીષણ આગ, પાર્ક કરેલા વાહનો થયા બળીને ખાક
  • રાજકોટમાં ફર્નિચરના કારખાનામાં લાગી આગ
  • રાજકમલ ફર્નિચરના કારખાનામાં લાગી આગ
  • આનંદ બંગ્લા ચોક નજીક આવ્યું છે કારખાનું
  • ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે

રાજકોટમાં રાજકમલ ફર્નિચરના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં લાકડાના ફર્નિચરના શોરુમમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા છે. આગ બુઝાવવા માટે ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગ એટલી ભયાનક હતી કે વાહનો પણ તેની ચપેટમાં આવી ગયા છે. આગ લાગવાનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવશે. રાજકોટમાં લાગેલી આગની ઘટના દરમિયાન 60 જેટલા લોકો ફસાયા હતા, આ તમામને બચાવી લેવામાં આવ્યા છે. આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે.

Untitled 125 રાજકોટમાં ફર્નિચરના કારખાનામાં લાગી ભીષણ આગ, પાર્ક કરેલા વાહનો થયા બળીને ખાક

મવડી વિસ્તારમાં આનંદ બંગલો ચોક આવેલો છે. તેની નજીક લાકડાનો રાજકમલ ફર્નિચરનો શોરૂમ છે. જ્યાં પહેલા ફર્નિચરના શોરૂમ નજીક આવેલા એક ખાલી પ્લોટમાં આગ લાગી હતી અને જોત જોતામાં આ આગ ફર્નિચરના શોરૂમ સુધી પ્રસરી હતી. કોઇ કંઇ સમજે એ પહેલા શોરૂમ આગની ઝપેટમાં આવી ગયું હતું. લાકડા હોવાના કારણે આગ સતત વિકારળ રૂપ ધારણ કરી રહી હતી.

b3aebbf4a5c1e42a1cc25c7cc184edd6168741619044781 original રાજકોટમાં ફર્નિચરના કારખાનામાં લાગી ભીષણ આગ, પાર્ક કરેલા વાહનો થયા બળીને ખાક

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને ઓલવવા માટેની કવાયત હાથ ધરી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. રાજકોટનો બહુ જુનો ઇન્ડ્સ્ટ્રિયલ વિસ્તાર છે જ્યા  આગ લાગી છે. આગની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. સદભાગ્યે આગમાં કોઇ જાનહાનિ નથી થઇ પરંતુ માલનું મોટાપાયે નુકસાન થયાનો અનુમાન છે.

આ પણ વાંચો:અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો

આ પણ વાંચો:આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા 32 કરોડના કોકેઇનના જથ્થા સાથે બ્રાઝિલના નાગરીકની ધરપકડ

આ પણ વાંચો:વડોદરામાં આઇસરેની ટક્કરથી કારનો થયો કચરઘાણ, ત્રણના ઘટનાસ્થળે જ મોત