Jagannath temple land scam/ જગન્નાથ મંદિરની ગૌચર જમીન વેચવાનું કૌભાંડઃ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં

કૌભાંડની વાત આવે ત્યારે લોકો મંદિરની જમીન પણ છોડતા નથી, આવો જ વિવાદ હવે સામે આવ્યો છે. આ વિવાદ પણ પાછા બીજા કોઈ મંદિરનો નથી પણ ભગવાન જગન્નાથજીના મંદિરનો છે. જગન્નાથ મંદિરની કરોડોની ગોચરની જમીન કૌભાંડ કરી દેવાનો વિવાદ સામે આવ્યો છે. તેના પગલે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં ઉતર્યુ છે.

Top Stories Ahmedabad Gujarat
Jagannath Temple Landscam જગન્નાથ મંદિરની ગૌચર જમીન વેચવાનું કૌભાંડઃ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં

કૌભાંડની વાત આવે ત્યારે લોકો મંદિરની Jagannath temple-Land scheme જમીન પણ છોડતા નથી, આવો જ વિવાદ હવે સામે આવ્યો છે. આ વિવાદ પણ પાછા બીજા કોઈ મંદિરનો નથી પણ ભગવાન જગન્નાથજીના મંદિરનો છે. જગન્નાથ મંદિરની કરોડોની ગોચરની જમીન કૌભાંડ કરી દેવાનો વિવાદ સામે આવ્યો છે. તેના પગલે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં ઉતર્યુ છે.
આ કૌભાંડની વિગત એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વે નંબર 138 અને 239ની જમીન 1992માં ભાડા કરાર પેટે આપી હતી, પરંતુ આ જમીન ઉસ્માન ઘાંચી નામના બિલ્ડરને આપી દેવાઈ. Jagannath temple-Land scheme જગન્નાથ મંદિરના કહેવાતા વહીવટદારોએ આ જમીન કૌભાંડ કર્યું છે. બાકીના સર્વે નંબરની જમીન મુકેશ ઝાલાવડીયા નામના બિલ્ડરને આપી દેવાઈ. તમામ જમીન જ્યાં સુધી ચાંદ સુરજ રહેશે ત્યાં સુધીના કરાર કરી ગેરકાયદેસર રીતે વેચી દેવાઈ

આમ કરોડોની ગૌચરની જમીનને કૌભાંડ કરીને વેચી દેવા વાળાઓ સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે. સમાજના હિત માટે જગ્યા મંદિરને પરત મળે એવી પણ માંગણી વીએચપી દ્વારા કરવામાં આવી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે. હવે આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

આ વિવાદ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અને Jagannath temple-Land scheme અરજીકર્તા ધર્મેન્દ્ર ભાવાણીએ કહ્યું કે, જગન્નાથ મંદિરની ગૌચરની જે ભાડા માટે આપવામાં આવી હતી તે જમીન અવૈધ રૂપથી વેચવામાં આવી છે. આ જમીન સહિત કુલ 12 સર્વે નંબર અવૈધ રૂપથી વેચવામાં આવ્યા છે. 2 લાખ 97 હજાર ચોરસ મીટર જમીન સનાતન ધર્મના દુશ્મનોને વેચવામાં આવી છે. વિશ્વ હિન્દૂ પરિષદે અગાઉ ચેરીટી કમિશ્નરને રજૂઆત કરી હતી. ચેરીટી કમિશ્નરે અમારી ફેવરમાં જજમેન્ટ આપ્યું હતું.

લગભગ ત્રણ લાખ ચોરસ મીટર જમીન Jagannath temple-Land scheme હિન્દૂઓની જમીન છે, મંદિરની છે. વિશ્વ હિન્દુ પરિષદની આ લડાઈ મંદિરના વિરૂદ્ધમાં નથી કોઈ વ્યક્તિ વિશેષના વિરૂદ્ધમાં નથી પરંતુ સનાતનના દુશ્મનોને આ જમીન વેચી દેવામાં આવી છે જેથી આ લડાઈ જરૂરી છે. વિશ્વ હિન્દુ પરિષદ એક ઈંચ જમીન પણ સનાતનના દુશ્મનના વિરૂદ્ધમાં નહીં જવા દે. આ જમીન મંદિરને પાછી મળે અને ગાય માતાને પાછી મળે તેવી અમારી માંગણી છે. તેમણે આગળ કહ્યું કે, ગૌહત્યા કરતા પણ મોટુ પાપ ઘાસ ખાઈ જવાનું છે. ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે જ્યાં સુધી જમીન પરત નહીં મળે ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ બંધારણીય લડાઈ ચાલું રાખશે.

 

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/ અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો

આ પણ વાંચોઃ IT વિભાગના દરોડા/ આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો

આ પણ વાંચોઃ India USA Relation/ ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોનો પાયો શિક્ષણઃ  જિલ બાઇડેન

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટર/ વીરેન્દ્ર સેહવાગ જેવા મોટા ખેલાડી શું આ કારણે નથી બની રહ્યા ટીમ ઈન્ડિયાના સિલેક્ટર? BBCIએ લેવા પડશે પગલાં

આ પણ વાંચોઃ ભીષણ આગ/ ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, 31ના મોત, 7 ઘાયલ