Ahmedabad News : ચાંદખેડા પોલીસે માહિતીને આધારે ક્રેટા કારમાંથી 3.85 લાખના દારૂના જથ્થા સાથે 9.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ કેસમાં ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.ચાંદખેડા પોલીસને માહિતી મળી હતી કે એક સફેદ કલરની હુંડાઈ ક્રેટા કારમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો છે અને કાર ચાંદખેડા વિસ્તારમાંથી પસાર થવાની છે.
દરમિયાન ચાંદખેડાના તપોવન સર્કલથી વિસત સર્કલ તરફ જતા ખોડિયાર ટી સ્ટેલની બાજુમાં ટાટા મોટર સર્વિસ સેન્ટરની સામેથી આ ક્રેટા કાર મળી આપી હતી.પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂ.3,85,165ની કિંમતનો બિયર અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂ. 9,85,165 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી
આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન
